Junagadhના ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીમાં કેમિકલ માફિયાઓએ છોડયું ગંદુ પાણી

ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીનું પાણી ઝેરી હોવાનું સામે આવ્યું જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં વહેતી ઉબેણ અને ઓઝત નદી પ્રદૂષિત થઈ કેમિકલ યુક્ત પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે સાથે જમીનને પણ નુકસાન કરી રહ્યું છે જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઘેડ પંથકમાં ખેડૂતોનું હિત વિચારી અમદાવાદની એક લેબોરેટરી દ્વારા ઓઝત નદીના પાણી અને તેની આસપાસ જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં આ લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે. મગફળીના પાકને મોટુ નુકસાન ચોમાસુ શરૂ થતા જૂનાગઢ ગીર પંથકની ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મગફળીનો પાક બળી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયાની ફરિયાદ ઉઠવા પામી હતી તે સમયે જેતપુરના સાડીના કારખાના દ્વારા ચોમાસામાં નદીઓમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ ઓઝત નદીના પૂર વાડી વિસ્તારમાં પસાર થતાં ઘણા ખેતરોમાં બ્લુ જાય વાળા લિસોટા અને સિલ્વર કલરના પરપોટા વાળા પાણી જોવા મળ્યું હતું. નદીનો રીપોર્ટ પોઝિટિવ આ પાણી કેમિકલ વાળું હોય તેવા વીડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને ઘેડ પંથકની ચિંતા વ્યક્ત કરી હતી તેમજ લાંબા સમયથી ઓઝત નદીમાં લાલ પાણી જમા થતું હોવાથી કૂવાના પાણી પણ પીવા લાયક રહ્યા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે.લેબોરેટરી દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં માટી અને પાણીના સેમ્પલમાં ભારે માત્રામાં આર્યન સીઓડી ટીડીએસ ક્લોરાઇડ અને સલ્ફેટ મળી આવ્યા છે. અનેક વાર બેઠકો યોજી ખેડૂતોએ આ ઘટનામાં ખેડૂતોએ અનેક બેઠકો યોજી આંદોલન ચલાવ્યું હતું જેમાં ઉબેણ નદીમાં સાડી ઉદ્યોગ તેમ જ ધોબીઘાટ મારફત છોડતા કેમિકલ યુક્ત પાણીનો વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે એક લેબોરિટી તેમના પૃથકરણ ભારે માત્રમાં પાકને નુકસાન કરતા કેમિકલ હોવાનું જાહેર કર્યું છે ત્યારે સરકાર આ પાણીની તપાસ કરાવી કારખાના દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી સામે ઘેર પ્રવૃતિને અટકાવી ખૂબ જ જરૂરી છે.જમીન બંજર બને તેવી સ્થિતિખેડૂતોને નુકસાન ન થાય જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઘેડ પંથકના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.આમ સાડી ઉદ્યોગ તેમજ ધોબી ઘાટમાંથી છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી સામે પ્રદૂષણ વિભાગ મુક પ્રેક્ષક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને જો આ પાણી અટકાવવામાં નહીં આવે તો આ વિસ્તારની જમીન પણ બંજર બની જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

Junagadhના ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીમાં કેમિકલ માફિયાઓએ છોડયું ગંદુ પાણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીનું પાણી ઝેરી હોવાનું સામે આવ્યું
  • જૂનાગઢ જિલ્લાના ગીર પંથકમાં વહેતી ઉબેણ અને ઓઝત નદી પ્રદૂષિત થઈ
  • કેમિકલ યુક્ત પાણી લોકોના સ્વાસ્થ્ય સાથે સાથે જમીનને પણ નુકસાન કરી રહ્યું છે

જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં વહેતી ઓઝત નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે તેવી આશંકા પણ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ઘેડ પંથકમાં ખેડૂતોનું હિત વિચારી અમદાવાદની એક લેબોરેટરી દ્વારા ઓઝત નદીના પાણી અને તેની આસપાસ જમીનમાંથી માટીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં આ લેબોરેટરી દ્વારા પાણીમાં ભારે માત્રામાં કેમિકલ હોવાનો રિપોર્ટ જાહેર કર્યો છે.

મગફળીના પાકને મોટુ નુકસાન

ચોમાસુ શરૂ થતા જૂનાગઢ ગીર પંથકની ઓઝત નદીમાં ઘોડાપૂર આવતા મગફળીનો પાક બળી જતા મોટા પ્રમાણમાં નુકસાન થયાની ફરિયાદ ઉઠવા પામી હતી તે સમયે જેતપુરના સાડીના કારખાના દ્વારા ચોમાસામાં નદીઓમાં કેમિકલ વાળું પાણી છોડવામાં આવતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે તો બીજી તરફ ઓઝત નદીના પૂર વાડી વિસ્તારમાં પસાર થતાં ઘણા ખેતરોમાં બ્લુ જાય વાળા લિસોટા અને સિલ્વર કલરના પરપોટા વાળા પાણી જોવા મળ્યું હતું.


નદીનો રીપોર્ટ પોઝિટિવ

આ પાણી કેમિકલ વાળું હોય તેવા વીડિયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને ઘેડ પંથકની ચિંતા વ્યક્ત કરી હતી તેમજ લાંબા સમયથી ઓઝત નદીમાં લાલ પાણી જમા થતું હોવાથી કૂવાના પાણી પણ પીવા લાયક રહ્યા નથી તેવી ફરિયાદ ઉઠવા પામી છે.લેબોરેટરી દ્વારા આપવામાં આવેલ રિપોર્ટમાં માટી અને પાણીના સેમ્પલમાં ભારે માત્રામાં આર્યન સીઓડી ટીડીએસ ક્લોરાઇડ અને સલ્ફેટ મળી આવ્યા છે.

અનેક વાર બેઠકો યોજી ખેડૂતોએ

આ ઘટનામાં ખેડૂતોએ અનેક બેઠકો યોજી આંદોલન ચલાવ્યું હતું જેમાં ઉબેણ નદીમાં સાડી ઉદ્યોગ તેમ જ ધોબીઘાટ મારફત છોડતા કેમિકલ યુક્ત પાણીનો વિરોધ નોંધાવ્યો હતો.જ્યારે એક લેબોરિટી તેમના પૃથકરણ ભારે માત્રમાં પાકને નુકસાન કરતા કેમિકલ હોવાનું જાહેર કર્યું છે ત્યારે સરકાર આ પાણીની તપાસ કરાવી કારખાના દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણી સામે ઘેર પ્રવૃતિને અટકાવી ખૂબ જ જરૂરી છે.

જમીન બંજર બને તેવી સ્થિતિ

ખેડૂતોને નુકસાન ન થાય જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઘેડ પંથકના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.આમ સાડી ઉદ્યોગ તેમજ ધોબી ઘાટમાંથી છોડવામાં આવતું કેમિકલ યુક્ત પાણી સામે પ્રદૂષણ વિભાગ મુક પ્રેક્ષક બની ગયું હોય તેવું લાગી રહ્યું છે અને જો આ પાણી અટકાવવામાં નહીં આવે તો આ વિસ્તારની જમીન પણ બંજર બની જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે.