Jodiya-Jamnagar : સગાઈ તૂટ્યા બાદ પિતાએ આપ્યો ઠપકો, 22 વર્ષના સાહિલે સબ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ લીધો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામેથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં માત્ર 22 વર્ષની નાની ઉંમરના એક આશાસ્પદ યુવાને પિતાના ઠપકાથી લાગી આવતા ગળેફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ આત્મહત્યાની ઘટના બાદ સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય સાહિલ વાઘેલા તરીકે થઈ
મળતી વિગતો અનુસાર, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં આવેલા 66 કેવી સબ સ્ટેશનના પાર્કિંગ એરિયામાં એક યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય સાહિલ વાઘેલા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ સાહિલને ઠપકો આપ્યો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં આ આપઘાત પાછળનું જે કારણ સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. મૃતક સાહિલ વાઘેલાની આજથી આશરે 8 મહિના પહેલા કોઈ કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. સગાઈ તૂટી જવાની આ બાબતને લઈને ઘરમાં અવારનવાર માનસિક તણાવ રહેતો હતો. તાજેતરમાં જ આ જ બાબતે પિતાએ સાહિલને ઠપકો આપ્યો હતો. પિતાનો આ ઠપકો 22 વર્ષના સાહિલને મનમાં એટલો બધો લાગી આવ્યો કે તેણે આત્મહત્યા જેવું અંતિમ અને ઘાતક પગલું ભરી લીધું. સબ સ્ટેશનના પાર્કિંગ પરિસરમાં જઈને ફાંસો ખાઈ લીધો
સાહિલે કેશિયા ગામના જીઈબી ના 66 કેવી સબ સ્ટેશનના પાર્કિંગ પરિસરમાં જઈને ફાંસો ખાઈ લીધો હતો. એકતરફ સગાઈ તૂટવાનું દુઃખ અને બીજી તરફ પિતાની નારાજગીના કારણે યુવાને ક્ષણિક આવેશમાં આવીને જિંદગી ટૂંકાવી દીધી હોવાનું પોલીસે જાહેર કર્યું છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
આ પણ વાંચો--- Sandesh Digital Explainer: મેઘરાજા આકાશી ચક્રવ્યૂહમાં ફસાયા..! કેમ અચાનક ગાયબ થઈ ગયા ચોમાસાના વાદળો? જાણો વિન્ડ વોરની ઇનસાઇડ સ્ટોરી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

