Jetpur: થાણાગાલોર ગામે રમતાં રમતાં કુંડીમાં પડી જતાં માસૂમ અરવીનાનું મોત, પોલીસે શરૂ કરી તપાસ

Oct 20, 2026 - 14:30
Jetpur: થાણાગાલોર ગામે રમતાં રમતાં કુંડીમાં પડી જતાં માસૂમ અરવીનાનું મોત, પોલીસે શરૂ કરી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જેતપુર તાલુકાના થાણાગાલોર ગામની સીમમાંથી હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દેનારી કરૂણાંતિકા સામે આવી છે. ખેતરમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના માત્ર 11 મહિનાના માસૂમ બાળકનું રમતાં રમતાં અચાનક ખુલ્લી પાણીની કુંડીમાં ખાબકી જતાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. બાળક નજર સમક્ષ ન દેખાતાં માતા-પિતાએ શોધખોળ હાથ ધરતાં કુંડીમાંથી માસૂમનો નિશ્ચેષ્ટ દેહ મળી આવ્યો હતો. 11 માસના બાળકના અકાળે અવસાનથી શ્રમિક પરિવારમાં આક્રંદ અને શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માતા-પિતા મગફળી વીણતા હતા અને બની દુર્ઘટના

થાણાગાલોર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ખેતમજૂર પરિવાર મગફળી વીણવાની મજૂરી કરી રહ્યો હતો.પરિવારજનો ખેતરમાં કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનો 11 મહિનાનો માસૂમ પુત્ર અરવીના ઇતનસિંગ નજીકમાં જ જમીન પર રમી રહ્યો હતો.રમતાં રમતાં અજાણતા બાળક ખેતરમાં પિયત અને ઢોર-ઢાંખર માટે બનાવેલી પાણીની ખુલ્લી કુંડી નજીક પહોંચી ગયો હતો અને અચાનક સંતુલન ગુમાવતાં કુંડીમાં પડી ગયો હતો.થોડીવાર પછી માતા-પિતાનું ધ્યાન બાળક તરફ જતાં તે જોવા મળ્યો ન હતો. ખેતરમાં શોધખોળ કરતાં બાળક પાણીની કુંડીમાં પડેલો મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સરકારી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ પ્રાણપંખેરુ ઊડી ગયા

કુંડીમાંથી બહાર કાઢીને ગભરાયેલા પરિવારે તાત્કાલિક અસરથી બાળકને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ માસૂમ બાળકને મૃત જાહેર કર્યો હતો.11 મહિનાના ફૂલ જેવા બાળકના મોતના સમાચાર સાંભળતાં જ હોસ્પિટલ પરિસરમાં માતા-પિતાના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.જેતપુર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

બનાવની જાણ થતાં જ જેતપુર તાલુકા પોલીસ મથકનો કાફલો તાબડતોબ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.પોલીસે બાળકના મૃતદેહનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવા સહિત અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.સીમ વિસ્તારોમાં આવેલી ખુલ્લી કુંડીઓ અને કૂવાઓ બાળકો માટે જીવલેણ સાબિત થતાં હોવાથી ખેડૂતો અને શ્રમિકોમાં સલામતીના પગલાં ભરવા અંગે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો: Vadodara: પોર GIDCની ચાલીસા ફૂડ્સમાંથી 8,136 કિલો શંકાસ્પદ ઘી સીલ, 2 મહિનાથી પનીરનો રિપોર્ટ દબાવીને બેઠું તંત્ર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0