Jasdan: APMC બહાર ખેડૂતોની 2 કિલોમીટર લાંબી લાઈન, માવઠા બાદ પાક વેચવા પડાપડી

Nov 3, 2025 - 10:30
Jasdan: APMC બહાર ખેડૂતોની 2 કિલોમીટર લાંબી લાઈન, માવઠા બાદ પાક વેચવા પડાપડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ જિલ્લાના જસદણ એપીએમસી (APMC) માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદે વિરામ લીધાને લગભગ 24 કલાક જેટલો સમય થતાં જ, ખેડૂતો પોતાના ખેતરમાં બચેલો પાક અને જણસ વેચવા માટે મોટી સંખ્યામાં યાર્ડ પર ઉમટી પડ્યા છે.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જણસી વેચવા પહોંચ્યા 

જસદણ માર્કેટિંગ યાર્ડની બહાર ખેડૂતોના વાહનોની 2 કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી છે. ખેડૂતો પોતાની જણસ વેચવા માટે લાંબા સમયથી લાઈનમાં ઊભા છે.આશ્ચર્યજનક બાબત એ છે કે, યાર્ડની બહાર આટલી લાંબી લાઈન હોવા છતાં, જસદણ APMC માર્કેટિંગ યાર્ડની અંદરનો ભાગ હાલમાં સાવ ખાલી પડ્યો છે. બહારની લાંબી કતારો યાર્ડમાં પ્રવેશની ધીમી ગતિ અથવા સ્ટોરેજની મર્યાદા દર્શાવે છે.

જણસ વેચવા 2 કિલોમીટર સુધીની લાગી લાઈન 

કમોસમી વરસાદના કારણે મોટાપાયે નુકસાન થયા પછી, ખેડૂતોને ડર છે કે જો ફરી વરસાદ આવશે તો બચેલો પાક પણ સડી જશે. વરસાદે વિરામ આપતાં જ ખેડૂતો તરત જ પોતાનો પાક લઈને યાર્ડ પહોંચ્યા છે, જેથી સમયસર જણસ વેચી શકાય. માવઠાના અનુભવને કારણે, ઘણા ખેડૂતો તેમના માલને ફરીથી નુકસાન ન થાય તે માટે ઢાંકીને (પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને) લાવ્યા છે. ખેડૂતો હાલમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જ્યાં એક તરફ માવઠાએ તેમને રડાવ્યા છે, તો બીજી તરફ બચેલો પાક વહેલી તકે વેચવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0