Jasdanના હડમતીયા ખાંડા ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી

Jan 18, 2025 - 10:00
Jasdanના હડમતીયા ખાંડા ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર જોઈ પોલીસ પણ ચોંકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં જસદણના એક ગામમાં ગાંજાની ખેતીનું વાવેતર ઝડપાયું. જસદણના હડમતીયા ખાંડા ગામમાં કપાસ સાથે ગાંજાની ખેતી કરાતી હોવાની બાતમી મળતા SOGએ કાર્યવાહી કરી. રાજકોટ ગ્રામ્ય SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા કપાસ ના વાવેતર સાથે ગાંજાના 30 જેટલા છોડ મળી આવ્યા. SOGએ ગાંજાના વાવેતર પકડી ગુનો દાખલ કર્યો. રાજકોટ ગ્રામ્ય SOG ટીમ દ્વારા મામલતદાર તેમજ એફએસએલની ટીમને સાથે રાખી મુદ્દા માલની કામગીરી હાથ ધરવામાં આવી.

ગામમાં ગાંજાનું વાવેતર

SOG પોલીસેને જસદણના હડમતીયા ગામમાં ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમી મળી હતી. બાતમી ના આધારે જસદણના હડમતીયા ખાંડા ગામમાં રેડ પાડી. આ રેડમાં SOGએ વાડીમાં કપાસમાં વાવેલા ગાંજાના 30 છોડ પકડી પાડ્યા. આ ઉપરાંત જે વ્યક્તિના ખેતરમાં ગાંજાનું વાવેતર થયું હતું તેની પણ ધરપકડ કરી. SOG પોલીસે જણાવ્યું કે અમે રાજ્યમાં વધતા ગાંજાના વાવેતર અને વેચાણ પર નજર રાખી રહ્યા છીએ. અને તેને લઈને અમારા માણસો શંકાસ્પદ લોકોની હિલચાલ પર નજર રાખતા હોય છે. તેમના દ્વારા અમને બાતમી મળી હતી કે હડમટીયા ખાંડા ગામના ખેડૂત ખોડા રાઘવજી રોજસરા નામના વ્યક્તિએ પોતાની વાડીમાં 30 જેટલા ગાંજા ના છોડ વાવ્યા હતા. SOG પોલીસે વાવેતર કરનાર ખેડૂત ની ધરપકડ કરી જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ.

SOG પોલીસની કાર્યવાહી

રાજ્યમાં નશાકારક પદાર્થોનું વેચાણ વધ્યું છે. શહેરી વિસ્તારમાં યુવાનોને બંધાણી બનાવવા ડ્રગ્સ, ગાંજા, ચરસ અને અફીણ જેવા નશાકારક દ્રવ્યો ઘૂસાડવામાં આવી રહ્યા છે. પરંતુ હવે અસમાજિક તત્વો વધુ કમાણીની લાલચમાં રાજ્યમાં જ નશાકારક દ્રવ્યોનું વાવેતર કરવા લાગ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં ગાંજા જેવા નશાકારક દ્રવ્યોના વાવેતરમાં વધારો થયો છે. SOG દ્વારા ગાંજાના વાવેતર અને વેચાણને લઈને વધુ સતર્કતા રાખવામાં આવે છે. છતાં પણ આ મહિનાના આરંભમાં જ મોટાપ્રમાણમાં ભાવનગર અને વડોદરામાં ગાંજાનો જથ્થો ઝડપાયો. ભાવનગરના મહુવામાંથી 36.30 કિલો ગાંજાના છોડ, 0.98 કિલો ગાંજો જપ્ત કરાયો. જ્યારે વડોદરામાં ગાંજો વેચતા 2 યુવકને ઝડપી પાડ્યા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0