Jamnagarમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ બીજા દિવસે પણ યથાવત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજ્યમાં હાલ મહેલૂલી કર્મચારી મંડળ (વર્ગ-3)ના કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે. જેમાં વિવિધ પડતર માંગણીઓના નિરાકરણની માગ સાથે નાયબ મામલતદાર, મહેસૂલી ક્લાર્ક અને મહેસૂલી તલાટી સહિત ત્રણેય કેડરના કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે.
હડતાલનો આજે બીજો દિવસ
જામનગર જિલ્લામાં ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મંડળના કર્મચારીઓ દ્વારા સરકારનું ધ્યાન પોતાની પડતર માંગણીઓ તરફ દોરવા માટે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓએ એકસાથે શ્રી રામ જય રામ જય જય રામના જાપ સાથે રામધૂન બોલાવી સરકાર સુધી પોતાની રજૂઆત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.

વિવિધ પડતર માગણીઓની રજૂઆત
કર્મચારીઓના મુજબ તેમની કુલ 13થી 14 જેટલી વિવિધ પડતર માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરાઈ છે. લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે અને કર્મચારીઓની રજૂઆત સાંભળવામાં આવે તેવી માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. સામાન્ય જનતાને હાલાકી
મહેસૂલી વિભાગની કામગીરી સાથે સંકળાયેલા ત્રણેય કેડરના કર્મચારીઓ હડતાલમાં જોડાતા મહેસૂલી કચેરીઓની દૈનિક કામગીરી પર પણ તેની અસર જોવા મળી રહી છે. જાતિના પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ મહત્વના કામો હાલ રોકાયા હોવાથી સામાન્ય જનતાને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સરકારના નિર્ણય પર સૌની નજર
કર્મચારીઓનું કહેવું છે કે મહામંડળના આદેશ મુજબ જ્યાં સુધી પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તબક્કાવાર આંદોલન ચાલુ રાખવામાં આવશે. હાલ કર્મચારીઓ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરાયેલી માંગણીઓ અંગે સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવે છે અને હડતાલ ક્યારે સમાપ્ત થાય છે તેના પર સૌની નજર છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

