Jamnagarમાં એક યુવકે પ્રેમિકાને જાહેરમાં ફટકારી, નિર્ભયતાથી યુવતીને માર મારતો વીડ્યો વાયરલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં એક યુવક દ્વારા તેની પ્રેમિકાને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે આક્રોશ ફેલાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. આ ઘટના શહેરના જાણીતા સ્થળ રણમલ તળાવની પાળ પાસે બની હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે એક યુવક તેની સ્ત્રી-મિત્રને બેફામ રીતે માર મારી રહ્યો હતો.
વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસ થઈ સક્રિય
આસપાસ લોકોની અવરજવર હોવા છતાં આ યુવકે નિર્ભયતાથી આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જામનગર પોલીસ સક્રિય થઈ હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વીડિયોના આધારે માર મારનાર ઈસમની ઓળખ વકીદ પટણી તરીકે કરવામાં આવી હતી.
ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો
ત્યારબાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આ પ્રકારની ઘટનાઓ સમાજમાં વધતી હિંસા અને મહિલા સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરતી હોય છે. કોઈ પણ સંજોગોમાં વ્યક્તિને શારીરિક ઇજા પહોંચાડવી એ ગંભીર ગુનો હોય છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને ઉત્તમ દાખલો બંધ બેસાડ્યો હતો કે કાયદાનું ઉલ્લંઘન કરનારને સજા થશે.
What's Your Reaction?






