Jamnagarના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો...

Jan 14, 2025 - 15:30
Jamnagarના સિક્કામાં મામા-ભાણેજને શર્મસાર કરતો અતિ ચકચાર જનક કિસ્સો...

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરના સિક્કામાં સનસનાટી મચાવતી ઘટના સામે આવી. સિક્કામાં મામાએ ભાણેજની મોતને ઘાટ ઉતારી. કૌટુંબિક મામાએ ભાણેજની હત્યા કરવાના કિસ્સાો સામે આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી. 8 વર્ષની ભાણેજને અડપલા કર્યા બાદ કૌટુંબિક મામાએ માથું પછાડી હત્યા કરી. પરિવારે ફરિયાદ કરતાં પોલીસે મામાની ધરપકડ કરી.

ભાણેજ સાથે કર્યા અડપલા

સિક્કામાં મામા એ સંબંધો લજવ્યા. 8 વર્ષીય ભાણેજ સાથે અડપલાં કરનાર મામો કંસ નીકળ્યો. 8 વર્ષીય માસૂમ વધુ કંઈ બોલે અને કોઈ વિરોધ કરે તે પહેલાં જ કૌટુંબિક મામાએ ધાતકી કૃત્યુ કર્યું. નરાધમ મામાએ માસૂમ બાળકીની પજવણી કરી.બાળકી કંઈ સમજે તે પહેલા જ માથું પછાડી નિર્મમ હત્યા કરી. આજે સંબંધો પોતાની લક્ષ્મણ રેખા ઓળંગી રહ્યા છે. કાકા, દાદા, મામા, દિયર, પિતા હોય કે પછી પુત્ર હોય નારી તેમની વિકૃતિનો ભોગ બની રહી છે. ઘરમાં જ સ્ત્રી સુરક્ષિત નથી. સ્ત્રીઓ અને બાળકીઓને બહારના લોકો કરતાં સૌથી વધુ ખતરો પોતાના જ ઘરના માણસોથી છે. સંબંધોની આડમાં પુરુષ જાતે બાળકીઓની હેરાનગતિ કરી હોવાના કિસ્સા અનેક વખત સમાચારોમાં જોવા મળે છે. ગમે તેટલો અભ્યાસ કેમ ના કર્યો હોય તો પણ પુરુષ પોતાના વિકૃત માનસથી ઉપર ઉઠી શકતો નથી.

મામાએ યુવતી અને તેની પુત્રીને આપી ધમકી

બનાવની પ્રાપ્ત વિગત મુજબ મીઠાપુરની હિંદુ યુવતીના બે મહિના પહેલા છૂટાછેડા થતા ત્રણ પુત્રીઓ સાથે પિયર પરત આવી. તેના બાદ યુવતી પોતાની પુત્રીઓ સાથે પિયરમાં તેના કુટુંબી મોટા બાપુ ડોસાજી માણેકના ઘેર રહેવા લાગી. દરમ્યાન પિયર આવ્યાના થોડા સમયમાં જ કુટુંબી મામો નીતિન માણેક તેની પુત્રીઓને હેરાન કરતો હતો. 8 વર્ષની બાળકી સાથે નીતિન બહુ ખરાબ વર્તન કરતો હતો. જેને લઈને યુવતીએ નીતિને ઠપકો પણ આપ્યો હતો. ત્યારે નીતિને ઉશ્કેરાઈને બાળકી અને માતાને ધમકી આપી હતી કે હું તમારી સાથે ગમે તે કરીશ જોઈ લેજો..અને ગઈકાલે યુવતી જ્યારે કામસર બજારમાં ખરીદી માટે ગઈ હતી ત્યારે નીતિને યુવતીની 8 વર્ષની દીકરી સાથે અડપલાં કર્યા અને માથું પછાડી ઘાયલ કરી હતી. યુવતી જ્યારે પાછી ઘરે આવી ત્યારે પુત્રીની આવી હાલત જોતા હોસ્પિટલ લઈ ગઈ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. યુવતીની ફરિયાદના આધારે સિક્કા પોલીસે નીતિન માણેક સામે કાયદાકીય કાર્યવાહી કરી.

ભાણેજ માટે મામા બન્યો કાળ

સિક્કામાં રહેતી 8 વર્ષની માસૂમને ખબર નહોતી કે તેના મામા તેના માટે કાળ બનશે. ઉત્તરાયણ તહેવાર પર બહેન અને દિકરીને ખાસ વસ્તુઓનું દાન કરાતું હોય છે. ત્યારે સિક્કામાં બનેલ ઘટનાએ સંબંધોની સલામતીનો પોકાર કરનાર સમાજને અરીસો બતાવ્યો છે.મામાએ પોતાની બદદાનત પાર પાડવા માસૂમને પણ ના છોડી. કૌટુંબિક મામાએ 8 વર્ષની માસુમની હત્યા કરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. સંબંધોને શર્મશાર કરનાર કિસ્સો સામે આવતા મામા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. કૌટુંબિક મામાએ ભાણેજને માથું પછાડી મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં સિક્કા પોલીસે આરોપીની અટકાયત કરી પોક્સો અને હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0