Jamnagar પાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિપક્ષે કર્યા ધરણા

જામનગર મહાનગર પાલિકામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિકાસના કામો અને દરેક શાખામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા કોર્પોરેશનમાં ધારણા યોજવામાં આવ્યા હતા, જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક અને કોંગેસના કાર્યકરો હાજર રહ્યા હતા.કોર્પોરેશનમાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન જામનગર શહેરમાં કોર્પોરેશનમાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને વિકાસની વાતો કરતી મહાનગર પાલિકામાં હાલ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને ધીમી ગતિના કામોના આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે, ત્યારે આજે જામનગર વિપક્ષ દ્વારા શહેરના મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી યોજાય તે પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી: વિપક્ષ જેમાં વિપક્ષ દ્વારા સતાધારી પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જામનગર મહાનગર પાલિકામાં અને તેને લગતી તમામ શાખામાં ભ્રષ્ટાચાર થાય છે, જામનગરમાં વિકાસના કામો માટે જે નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવે છે, તે ખરેખર સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી છે. જામનગર કોર્પોરેશન રોડ-રસ્તા, ભૂગર્ભ, આરોગ્ય, આંગણવાડી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે આ તંત્રને જગાડવા માટે અમે આ વિરોધ નોંધાવીએ છીએ. સત્તાધારી પક્ષે આપ્યો હાસ્યાસ્પદ જવાબ બીજી તરફ આ મામલે સત્તાધારી પક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ બાબતે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરશે તો તેની ચકાસણી કરીશું અને સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈ પણ વ્યક્તિ ACB શાખાનો સંપર્ક કરી શકે છે તેવા હાસ્યાસ્પદ જવાબ આપ્યા હતા. કેમ વિપક્ષ દ્વારા છાશવારે કરવામાં આવે છે વિરોધ? પરંતુ વાસ્તવિક વાત એ છે કે જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા 25-25 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે અને પારદર્શક વહીવટ થઈ રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ તો આ તમામની વચ્ચે જામનગર શહેરની પ્રજા પિસાતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લોકોમાં એક સવાલ સતાવી રહ્યો છે કે વિપક્ષ દ્વારા છાશવારે વિરોધ કરવામાં આવે છે તે શું હકીકત છે?  

Jamnagar પાલિકામાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી વિપક્ષે કર્યા ધરણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર મહાનગર પાલિકામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિકાસના કામો અને દરેક શાખામાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ સાથે વિપક્ષ દ્વારા કોર્પોરેશનમાં ધારણા યોજવામાં આવ્યા હતા, જેમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, વિપક્ષ નગરસેવક અને કોંગેસના કાર્યકરો હાજર રહ્યા હતા.

કોર્પોરેશનમાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન

જામનગર શહેરમાં કોર્પોરેશનમાં છેલ્લા 2 દાયકાથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને વિકાસની વાતો કરતી મહાનગર પાલિકામાં હાલ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર અને ધીમી ગતિના કામોના આક્ષેપ વિપક્ષ કરી રહ્યું છે, ત્યારે આજે જામનગર વિપક્ષ દ્વારા શહેરના મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી યોજાય તે પહેલા વિરોધ પ્રદર્શન કર્યું હતું.


કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી: વિપક્ષ

જેમાં વિપક્ષ દ્વારા સતાધારી પક્ષ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જામનગર મહાનગર પાલિકામાં અને તેને લગતી તમામ શાખામાં ભ્રષ્ટાચાર થાય છે, જામનગરમાં વિકાસના કામો માટે જે નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવે છે, તે ખરેખર સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી છે. જામનગર કોર્પોરેશન રોડ-રસ્તા, ભૂગર્ભ, આરોગ્ય, આંગણવાડી સહિતના કામોમાં ભ્રષ્ટાચાર કરે છે. ત્યારે આ તંત્રને જગાડવા માટે અમે આ વિરોધ નોંધાવીએ છીએ.

સત્તાધારી પક્ષે આપ્યો હાસ્યાસ્પદ જવાબ

બીજી તરફ આ મામલે સત્તાધારી પક્ષ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે આ બાબતે અમારી પાસે કોઈ લેખિત રજૂઆત કરશે તો તેની ચકાસણી કરીશું અને સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર થતો હોય તો કોઈ પણ વ્યક્તિ ACB શાખાનો સંપર્ક કરી શકે છે તેવા હાસ્યાસ્પદ જવાબ આપ્યા હતા.

કેમ વિપક્ષ દ્વારા છાશવારે કરવામાં આવે છે વિરોધ?

પરંતુ વાસ્તવિક વાત એ છે કે જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા 25-25 વર્ષથી ભાજપનું શાસન ચાલે છે અને પારદર્શક વહીવટ થઈ રહ્યો છે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ તો આ તમામની વચ્ચે જામનગર શહેરની પ્રજા પિસાતી હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે લોકોમાં એક સવાલ સતાવી રહ્યો છે કે વિપક્ષ દ્વારા છાશવારે વિરોધ કરવામાં આવે છે તે શું હકીકત છે?