Jamnagar: SOGની ટીમે 5 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3ની કરી ધરપકડ

જામનગર જિલ્લાના જોડીયામાંથી અફઘાની ચરસના 5 કિલો 859 ગ્રામના જથ્થા સાથે જામનગર SOGની ટીમે જોડીયાના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને ત્રણેય સામે ગુનો નોંધી 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પેટ્રોલિંગ દરમિયાન 3 શખ્સોને ઝડપ્યા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે “નો ડ્રગ ઈન જામનગર' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને એસ.ઓ.જીના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા એસ.ઓ.જી. સ્ટાફના જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. બાતમીના આધારે આરોપીઓની કરી ધરપકડ તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી બાતમી મળેલી કે ફરીદ બસીરભાઈ ખોડ, અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા (રહે. બધા જોડીયા જી.જામનગર) વાળાઓ દરીયામાં કરચલા પકડવા ગયેલા હતા અને ત્યાંથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલા છે અને આ જથ્થો તેઓએ દરિયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલો છે અને આ ત્રણેય શખ્સો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયામાં ભેગા મળી સગેવગે કરવાની પેરવીમાં છે. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત તેવી હકીકતના આધારે જોડિયા ગામ બંદર રોડ ઉપર આવેલા બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સોને ગેરકાયદે માદક પદાર્થ ચરસ 5 કિલો 859 ગ્રામ જેની અંદાજિત કિંમત (8,78,850) તથા 3 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત 30,000 એમ કુલ મુદ્દામાલ મળી રૂપિયા 9,08,850 સાથે ઝડપાયો છે. આ ચરસ તેઓ દરિયામાંથી કેવી રીતે લાવ્યા, ક્યાં લઈ જવાના હતા કોને આપવામાં હતા સાથે અન્ય કોઈ આ ગુન્હામાં સામેલ છે કે શું તેવી વિવિધ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. આ ત્રણેય શખ્સ વિરુદ્ધ જોડિયા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસ દ્વારા ઝડપી પાડી ગુનેગારોના મનસુબાને નિષ્ફળ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સનો વેપાર કરતા લોકોને પકડવા માટે પોલીસ દ્વારા કડક રીતે તપાસ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સના વેપારીઓ જાણે કે કોઈ ડર વગર ખુલ્લેઆમ નશીલા પદાર્થનો વેપાર કરી રહ્યા છે. 

Jamnagar: SOGની ટીમે 5 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3ની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાના જોડીયામાંથી અફઘાની ચરસના 5 કિલો 859 ગ્રામના જથ્થા સાથે જામનગર SOGની ટીમે જોડીયાના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને ત્રણેય સામે ગુનો નોંધી 8 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પેટ્રોલિંગ દરમિયાન 3 શખ્સોને ઝડપ્યા

જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે “નો ડ્રગ ઈન જામનગર' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જે અનુસંધાને એસ.ઓ.જીના પોલીસ ઈન્સપેકટર બી.એન.ચૌધરી તથા એસ.ઓ.જી. સ્ટાફના જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

બાતમીના આધારે આરોપીઓની કરી ધરપકડ

તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફને ખાનગી બાતમી મળેલી કે ફરીદ બસીરભાઈ ખોડ, અજીજ મામદભાઈ ગાધ તથા અસગર ગનીભાઈ પલેજા (રહે. બધા જોડીયા જી.જામનગર) વાળાઓ દરીયામાં કરચલા પકડવા ગયેલા હતા અને ત્યાંથી તેઓ માદક પદાર્થ ચરસનો જથ્થો લાવેલા છે અને આ જથ્થો તેઓએ દરિયા કિનારે સીમ વિસ્તારમાં સંતાડેલો છે અને આ ત્રણેય શખ્સો આ ચરસનો જથ્થો વેચાણ અર્થે જોડીયામાં ભેગા મળી સગેવગે કરવાની પેરવીમાં છે.

9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

તેવી હકીકતના આધારે જોડિયા ગામ બંદર રોડ ઉપર આવેલા બાવળની ઝાડીમાંથી ઉપરોક્ત ત્રણેય શખ્સોને ગેરકાયદે માદક પદાર્થ ચરસ 5 કિલો 859 ગ્રામ જેની અંદાજિત કિંમત (8,78,850) તથા 3 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત 30,000 એમ કુલ મુદ્દામાલ મળી રૂપિયા 9,08,850 સાથે ઝડપાયો છે. આ ચરસ તેઓ દરિયામાંથી કેવી રીતે લાવ્યા, ક્યાં લઈ જવાના હતા કોને આપવામાં હતા સાથે અન્ય કોઈ આ ગુન્હામાં સામેલ છે કે શું તેવી વિવિધ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

આ ત્રણેય શખ્સ વિરુદ્ધ જોડિયા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના દરિયાકાંઠેથી નશીલા પદાર્થનું નેટવર્ક પોલીસ દ્વારા ઝડપી પાડી ગુનેગારોના મનસુબાને નિષ્ફળ કર્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ પેડલરો અને ડ્રગ્સનો વેપાર કરતા લોકોને પકડવા માટે પોલીસ દ્વારા કડક રીતે તપાસ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સના વેપારીઓ જાણે કે કોઈ ડર વગર ખુલ્લેઆમ નશીલા પદાર્થનો વેપાર કરી રહ્યા છે.