Jamnagar News : જામનગરના જોડિયામાં પંચરની દુકાન ચલાવતા પરિવારને 85 હજારનું વીજ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ

Jul 24, 2025 - 13:00
Jamnagar News : જામનગરના જોડિયામાં પંચરની દુકાન ચલાવતા પરિવારને 85 હજારનું વીજ બિલ આવતા પગ નીચેથી જમીન સરકી ગઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક નાનકડી પંચરની દુકાન ચલાવતા પરિવારને રૂ. 85,000 વીજ બિલ મળતા હચમચી ઉઠ્યો છે. પરિવારના સભ્યોએ આમરણ PGVCL કચેરીએ જઈ બિલ બાબતે પ્રશ્ન પૂછતા અધિકારીએ યોગ્ય જવાબ આપવાના બદલે ઉગ્રતા દાખવી હતી અને ગ્રાહકો સાથે અસભ્યતા પૂર્વક વાત કરી હતી. એક ગરીબ પરિવારને આટલું મોટું બિલ આવતા ગ્રામજનોએ પણ અનેક સવાલ ઉઠાવ્યા છે.

પરિવારે ઓફીસમાં જઈને જાણ કરી બિલને લઈ તો ના આપ્યો સરખો જવાબ

જોડીયા તાલુકાના તારણા ગામે ચારેક દિવસ પહેલા વીજ ચેકિંગની ટીમ આવી હતી. ત્યારે વીજ ચેકીંગની ટીમે પ્રકાશ જાદવ નામના વીજ ગ્રાહકના ઘરે પણ ચેકીંગ કર્યું હતું. બાદ વીજ ગ્રાહકને ખબર પડી કે તેને ૮૫૦૦૦ થી વધુ બિલ આવ્યું છે. ત્યારે ગરીબ પરિવાર તાત્કાલિક આમરણ PGVCL કચેરીએ દોડી ગયો હતો. અને બિલ બાબતે અનેક સવાલ ઉઠાવ્યા હતા. પરિવાર pgvcl કચેરીએ જતા ત્યાં હાજર ડેપ્યુટી ઈજનેરને બિલ બાબતે પ્રશ્ન પૂછ્યા પરંતુ અધિકારીએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહિ.

અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી પરિવાર માંગ કરી રહ્યાં છે

પરિવારના યુવકે આખી ઘટનાનું મોબાઇલથી વિડિયોગ્રાફી કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. વીડિયોમાં PGVCLના કર્મચારીઓની અવ્યવસ્થિત વર્તન, જવાબદેહીથી બચવાની કોશિશ અને પરિવારના તંત્ર સામે ઉઠેલા તાત્કાલિક પ્રશ્નો સ્પષ્ટ જોવા મળે છે. PGVCL તંત્ર આ મામલે તપાસ કરે, તેમજ સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી પરિવાર માંગ કરી રહ્યાં છે. ગ્રામજનોએ આમરણ પીજીવીસીએલ કચેરીની નીતિ રીતિ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ કોઈ વીજ કચેરીએ ફરિયાદ કરે તો વધુ હેરાનગતીનો સામનો કરવો પડે.

વીજ કર્મીઓ ધાંધિયા જ કરે છે કે શું કામને લઈ !

PGVCL કચેરીના અધિકારીઓ દ્વારા ગામ લોકોની સમસ્યા સાંભળવાના બદલે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમરણ વીજ કચેરીના અધિકારીના પાપે ટીસી પર આવેલ ખૂલ્લી પેટીમાં જીવતા વીજ વાયરો મોત બનીને ઝળુંબી રહ્યાં છે. જોકે, વીજ તંત્રએ ચોમાસા અગાઉ મસમોટા વીજ કાપ મુકીને કરેલી પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ગામ ના મુખ્ય માર્ગ અને સ્કૂલ નજીક જ ટ્રાન્સફોર્મર પર રહેલ ખુલી પેટીના કારણે ભરચોમાસામાં તે માર્ગ પરથી પસાર થતા લોકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે.ત્યારે એ પણ સવાલ ઉદભવે કે વીજ અધિકારીએ શું ચોમાસા પહેલાં કે ચોમાસા દરમિયાન તારાણા ગામના વિસ્તારોમાં પ્રી-મોન્સુન કામગિરીની ચકાસણી નહિ કરી હોય? કે જાણી જોઈને આંખ આડા કામ કરી રહ્યાં છે. વિજ તંત્ર શું કોઈ ગંભીર ઘટના બને એની રાહ જોઈ બેઠું છે? કે કોઈ ગંભીર ઘટના બને બાદ જ શું તંત્ર કામ કરશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0