Jamnagar: શહેરમાં આવારા તત્વોએ યુવકને ઢોર માર માર્યો, સમગ્ર ઘટનાના CCTVમાં કેદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં એક યુવકને ઘરમાંથી બહાર કાઢીને માર્યો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ બચાવવા પડેલા યુવકના પરિવારના લોકોને પણ માર માર્યો છે. જૂની અદાવતમાં 5 લુખ્ખાઓએ બાઈની વાડી વિસ્તારમાં યુવકને માર માર્યા છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
જામનગરમાં આવારા તત્વોનો બેફામ બન્યા
જામનગરમાં આવારા તત્વોનો બેફામ બન્યા છે. શહેરના બાઈની વાડી વિસ્તારમાં આવેલ આંબેડકર વાસમા મારામારીની ઘટના સામે આવી છે. આરોપીઓએ યુવાનને ઘરમાંથી બહાર કાઢી જાહેરમાં માર માર્યો છે. આ સાથે યુવાનને માર મારવામાં આવતા બચાવવા પડેલા યુવાનના પરિવારજનોને પણ આરોપીઓ માર માર્યો છે. પાઇપ, ધોકા જેવા હથિયારો સાથે 5 જેટલાં શખસો યુવાન પર તૂટી પડી માર મારવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે.
યુવકને જૂની અદાવતમાં માર માર્યો
પ્રાથમિક તપાસમાં યુવકને જૂની અદાવતમાં માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. CCTVમાં જોઈ શકાય છે કે પાંચ જેટલા લોકો એક યુવકને ઢોર માર મારી રહ્યા છે. તેવામાં યુવકને બચાવવા તેમાના પરિવાર આવતા તેમને પણ લાફા માર્યા છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
What's Your Reaction?






