Jamnagar: બાળકોમાં વધ્યા શરદી તાવના કેસ, જી.જી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો

હાલ ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો અહીં ક્યારેક બફારો તો ક્યારેક વરસાદ વરસી રહ્યો છે. જો કે સાથે સાથે વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આવી મિશ્ર ઋતુમાં રોગોનું પ્રમાણ વધી ગયુ છે. ખાસ કરીને શરદી, તાવ, ઉધરસ અને મચ્છર જન્ય રોગો તો ખરા જ. ત્યારે જામનગરમાં તો રોગચાળાએ એવુ માથુ ઉચક્યુ છે કે જી.જી હોસ્પિટલમાં ખાસ બાળકો માટે અલાયદો વોર્ડ શરૂ કરવો પડ્યો. ઋતુજન્ય રોગચાળો વકર્યો મિશ્ર ઋતુના કારણે જામનગરમાં બાળકોમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. બાળદર્દીની સંખ્યા વધતા જી.જી.હોસ્પિટલમાં બાળકોનો અલાયદો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. રજા પર ગયેલા ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને તાકીદે ફરજ પર બોલાવામાં આવ્યા છે. મહદઅંશે તાવ, શરદી, ઉધરસના કેસ બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે. પરોઢે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. વધારાનો વોર્ડ કરાયો શરૂ તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ થયા બાદ જી. જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશન એરીયાની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. દૈનિક મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.

Jamnagar: બાળકોમાં વધ્યા શરદી તાવના કેસ, જી.જી હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો અહીં ક્યારેક બફારો તો ક્યારેક વરસાદ વરસી રહ્યો છે. જો કે સાથે સાથે વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. ત્યારે આવી મિશ્ર ઋતુમાં રોગોનું પ્રમાણ વધી ગયુ છે. ખાસ કરીને શરદી, તાવ, ઉધરસ અને મચ્છર જન્ય રોગો તો ખરા જ. ત્યારે જામનગરમાં તો રોગચાળાએ એવુ માથુ ઉચક્યુ છે કે જી.જી હોસ્પિટલમાં ખાસ બાળકો માટે અલાયદો વોર્ડ શરૂ કરવો પડ્યો.

ઋતુજન્ય રોગચાળો વકર્યો

મિશ્ર ઋતુના કારણે જામનગરમાં બાળકોમાં વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. બાળદર્દીની સંખ્યા વધતા જી.જી.હોસ્પિટલમાં બાળકોનો અલાયદો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે. રજા પર ગયેલા ઇન્ટર્ન અને રેસીડેન્ટ તબીબોને તાકીદે ફરજ પર બોલાવામાં આવ્યા છે. મહદઅંશે તાવ, શરદી, ઉધરસના કેસ બાળકોમાં વધુ જોવા મળી રહ્યા છે. પરોઢે શિયાળા, દિવસે ઉનાળા અને સાંજે ચોમાસા જેવી મિશ્ર ઋતુને કારણે જામનગર શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે.

વધારાનો વોર્ડ કરાયો શરૂ

તહેવારો ટાણે જ ઋતુજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ થયા બાદ જી. જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોર્પોરેશન એરીયાની વાત કરીએ તો 12 અર્બન હેલ્થ સેન્ટરોની ઓપીડીમાં શરદી-તાવ, ખાલી તાવ તેમજ ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા રોજના સંખ્યાબંધ દર્દીઓ આવે છે. દૈનિક મોટા પ્રમાણમાં શરદી-તાવની ફરિયાદ સાથે વાલીઓ બાળકોને હોસ્પિટલમાં લાવે છે. આવા દર્દીઓની સંખ્યા વધી જતાં હવે હોસ્પિટલ દ્વારા 50 બેડનો એક વધારાનો વોર્ડ ચાલુ કર્યો છે. આમ તહેવાર ટાણે મિશ્ર ઋતુને કારણે સિઝનલ અને મચ્છરજન્ય રોગચાળાનો કહેર વધવા પામ્યો છે.