Jamnagar પોલીસે 31 ડિસેમ્બર નજીક આવતા રાત્રીના સમયે શરૂ કર્યુ વાહન ચેકિંગ

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને નશાનું સેવન કરનારા (પીધેલા) ઓ સામે લાલ આંખ કરી છે. જામનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહીત વિવિધ સ્થળો અને શહેરના પ્રવેશદ્વાર નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે શરૂ કરી કાર્યવાહી નવા વર્ષના આગમનને હવે દિવસો ગણાઈ રહ્યા છે જેને લઈને નવા વર્ષની ઉજવણી માટે યુવાધન અધિરૂ બન્યું છે. જામનગરમાં ઠેક ઠેકાણે નવા વર્ષની જાજરમાન ઉજવણી કરાશે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ જામનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાયદાનો ભંગ કરશો તો દંડાશો તેવામાં ગત મોડી રાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ,બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સર્વેલન્સ સ્ક્વોર્ડ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 31 ડિસેમ્બર સુધી કરાશે ચેકિંગ આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જીલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે. જામનગરની જનતા ભય વગર રહીને ઉજવણી કરી શકે સાથે કોઈ અનિચ્છનીય બનાવ અથવા અસામાજીક પ્રવૃત્તિ ન બને તે માટે પોલીસની ટીમ સતર્ક કરવામાં આવી છે. એલસીબી, એસઓજી ઉપરાંત જામનગર શહેરના ત્રણેય ડિવિઝનની પોલીસ ટીમો અને જિલ્લાભરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની આ ટૂકડીઓ ખાસ ચેકીંગ હાથ ધરશે. થર્ટી ફસ્ટ અને નવા વર્ષ નિમિત્તે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવનાર છે.

Jamnagar પોલીસે 31 ડિસેમ્બર નજીક આવતા રાત્રીના સમયે શરૂ કર્યુ વાહન ચેકિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થર્ટી ફર્સ્ટને ના આગમન અગાઉ દારૂ ના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા જામનગર પોલીસ દ્વારા આવારા તત્વો અને નશાનું સેવન કરનારા (પીધેલા) ઓ સામે લાલ આંખ કરી છે. જામનગર શહેરમાં પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો સહીત વિવિધ સ્થળો અને શહેરના પ્રવેશદ્વાર નજીક ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

પોલીસે શરૂ કરી કાર્યવાહી

નવા વર્ષના આગમનને હવે દિવસો ગણાઈ રહ્યા છે જેને લઈને નવા વર્ષની ઉજવણી માટે યુવાધન અધિરૂ બન્યું છે. જામનગરમાં ઠેક ઠેકાણે નવા વર્ષની જાજરમાન ઉજવણી કરાશે. જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી બાજુ જામનગરમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન પોલીસ સતર્ક બની છે. જેના ભાગરૂપે આવારા તત્વો અને દારૂના બંધાણીઓ બેફામ બનતા હોય છે. જેને અંકુશમાં લાવવા પોલીસ દ્વારા લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


કાયદાનો ભંગ કરશો તો દંડાશો

તેવામાં ગત મોડી રાત્રે, જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની સૂચનાથી સિટી-એ,બી અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સર્વેલન્સ સ્ક્વોર્ડ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

31 ડિસેમ્બર સુધી કરાશે ચેકિંગ

આ ચેકિંગની કાર્યવાહી સમગ્ર જામનગર જીલ્લામાં ૩૧ ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે. જામનગરની જનતા ભય વગર રહીને ઉજવણી કરી શકે સાથે કોઈ અનિચ્છનીય બનાવ અથવા અસામાજીક પ્રવૃત્તિ ન બને તે માટે પોલીસની ટીમ સતર્ક કરવામાં આવી છે. એલસીબી, એસઓજી ઉપરાંત જામનગર શહેરના ત્રણેય ડિવિઝનની પોલીસ ટીમો અને જિલ્લાભરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની આ ટૂકડીઓ ખાસ ચેકીંગ હાથ ધરશે. થર્ટી ફસ્ટ અને નવા વર્ષ નિમિત્તે જામનગર જિલ્લામાં વિવિધ જગ્યા પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવનાર છે.