Jamnagarમાં BZ જેવું કૌભાંડ! 6 વર્ષે નાણા ડબલનું કહીને ખાનગી કંપનીનું ઉઠમણું
જામનગરના હજારો વ્યક્તિઓના રોકાણની મોટી રકમ અમદાવાદની એક પેઢી ઓળવી ગઈ છે. તેને પરત મેળવવા રોકાણકારો વલખાં મારતા હોવા છતાં રકમ અપાતી નથી. આ મામલે આજે કંપનીના એજન્ટ અને ભોગ બનનાર સામે આવ્યા હતા અને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી તેઓએ જણવ્યું હતું કે જામનગર જિલ્લા એસ. પી. તથા કલેક્ટર સમક્ષ આ મામલે રજૂઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. હાલ તો રોકાણકારો છેલ્લા દોઢ વર્ષથી રૂપિયા મેળવવા ઓફિસ પર ધક્કા ખાઈ રહ્યાં છે.અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા. જામનગરના કેટલાક વ્યક્તિઓએ વર્ષો પહેલાં યુનિક મર્કેન્ટાઈલ સોસાયટીમાં પોતાની મરણમૂડી રોકી હતી અમદાવાદની જ પેઢીના એજન્ટ મારફત નાણા રોકવામાં આવ્યા હતા. તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ તેને પણ સમય વીતી ગયો છે. આમ, છતાં તે પેઢી દ્વારા ગરીબ લોકોને તેના પરસેવાની કમાણી પરત આપવામાં આવતી નથી. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. આ મામલે અગાઉ રોકાણકારોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરી છે છતાં આ મામલે હજુ કઈ કાર્યવાહી કંપની વિરુદ્દમા કરવામા આવી છે. આ મામલે આજે કંપનીના એજન્ટો અને રોકાણકારો સામે આવ્યા હતા. અને તેઓએ જણવ્યું હતું કે જામનગરમાં 2016થી યુનિક મર્કેનટાઇલ ઇન્ડિયા લી નામની ખાનગી પેઢી ચાલુ કરવામા આવી હતી. એકના ડબલ, વધૂ વ્યાજ, એસઆઈપી, જીવન અને સ્વાસ્થ્ય વીમાના નામેં ચલાવી સ્કીમ જામનગરમાં અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. આઠ વર્ષ પૂર્વે શરૂ થયેલ પેઢી હાલ દોઢ વર્ષથી તાળા મારી છું થઇ ગઈ છે. યુનિક કંપની જામનગર સહીત દેશભરમાં 95 ઉપરાંત બ્રાન્ચ ઉભી કરી હતી. જેમાં મૂળ બંગાળના હાલ અમદાવાદમાં રહેતા રાજકુમાર રાય નામનો શખ્સ મૂળ સૂત્ર ધાર હતા. ત્યારે જામનગરમાં 100 કરોડ ઉપરાંતની સ્કીમ ચલાવી છે. એજન્ટો કહી રહ્યાં છે કે રોકાણકારો અમારા ઘરે આવે છે અમારી ઘરવખરીની વસ્તુઓ લઈ જાય છે અને મારે પણ છે. આ કંપની તાત્કાલિક રૂપિયા રોકાણકારોના પરત કરે તેવી માંગ કરી છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરના હજારો વ્યક્તિઓના રોકાણની મોટી રકમ અમદાવાદની એક પેઢી ઓળવી ગઈ છે. તેને પરત મેળવવા રોકાણકારો વલખાં મારતા હોવા છતાં રકમ અપાતી નથી. આ મામલે આજે કંપનીના એજન્ટ અને ભોગ બનનાર સામે આવ્યા હતા અને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી તેઓએ જણવ્યું હતું કે જામનગર જિલ્લા એસ. પી. તથા કલેક્ટર સમક્ષ આ મામલે રજૂઆત કરાઈ છે છતાં કોઈ કાર્યવાહી કરવામા આવી નથી. હાલ તો રોકાણકારો છેલ્લા દોઢ વર્ષથી રૂપિયા મેળવવા ઓફિસ પર ધક્કા ખાઈ રહ્યાં છે.
અમદાવાદમાં BZ જેવું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. 6 વર્ષે નાણા ડબલ કરી આપવાનું કહેનારી ખાનગી કંપનીએ ઉઠમણું કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા આ કંપનીમાં રોકાણ કરેલું છે એવા જામનગરના 30 જેટલા લોકો અમદાવાદ ખાતે કંપનીની ઓફિસે આવી પહોંચ્યા હતા. જામનગરના કેટલાક વ્યક્તિઓએ વર્ષો પહેલાં યુનિક મર્કેન્ટાઈલ સોસાયટીમાં પોતાની મરણમૂડી રોકી હતી અમદાવાદની જ પેઢીના એજન્ટ મારફત નાણા રોકવામાં આવ્યા હતા. તેની મુદ્દત પૂર્ણ થઈ ગઈ તેને પણ સમય વીતી ગયો છે.
આમ, છતાં તે પેઢી દ્વારા ગરીબ લોકોને તેના પરસેવાની કમાણી પરત આપવામાં આવતી નથી. આ બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. આ મામલે અગાઉ રોકાણકારોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરી છે છતાં આ મામલે હજુ કઈ કાર્યવાહી કંપની વિરુદ્દમા કરવામા આવી છે. આ મામલે આજે કંપનીના એજન્ટો અને રોકાણકારો સામે આવ્યા હતા. અને તેઓએ જણવ્યું હતું કે
જામનગરમાં 2016થી યુનિક મર્કેનટાઇલ ઇન્ડિયા લી નામની ખાનગી પેઢી ચાલુ કરવામા આવી હતી. એકના ડબલ, વધૂ વ્યાજ, એસઆઈપી, જીવન અને સ્વાસ્થ્ય વીમાના નામેં ચલાવી સ્કીમ જામનગરમાં અનેક એજન્ટો રોકી ગ્રાહકોને આકર્ષવામાં આવ્યા હતા. આઠ વર્ષ પૂર્વે શરૂ થયેલ પેઢી હાલ દોઢ વર્ષથી તાળા મારી છું થઇ ગઈ છે. યુનિક કંપની જામનગર સહીત દેશભરમાં 95 ઉપરાંત બ્રાન્ચ ઉભી કરી હતી.
જેમાં મૂળ બંગાળના હાલ અમદાવાદમાં રહેતા રાજકુમાર રાય નામનો શખ્સ મૂળ સૂત્ર ધાર હતા. ત્યારે જામનગરમાં 100 કરોડ ઉપરાંતની સ્કીમ ચલાવી છે. એજન્ટો કહી રહ્યાં છે કે રોકાણકારો અમારા ઘરે આવે છે અમારી ઘરવખરીની વસ્તુઓ લઈ જાય છે અને મારે પણ છે. આ કંપની તાત્કાલિક રૂપિયા રોકાણકારોના પરત કરે તેવી માંગ કરી છે