Jamnagarના લિંબુડા ગામે ખેડૂતે સ્વ ખર્ચે રોડનુ કર્યુ સમારકામ,લોકોની સમસ્યા કરી દૂર
જામનગરના લિંબુડા ગામે રોડ બન્યો ખાડામય ગામના ખેડૂતે જાતે સમારકામ કરીને રોડ બનાવ્યો રોડ પર અકસ્માત થવાની સંભાવના વધતા જાતે બનાવ્યો રોડ આમ તો રસ્તા પરના ગાબડા બૂરવાનું કામ સરકારને કરવાનું હોય છે પરંતુ જામનગરના લિંબુડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતની કમાણીથી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે. જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ નામના ખેડૂત ખેતીકામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વ ખર્ચે ખાડાનું સમારકામ કરે છે. અત્યાર સુધીમાં આ ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડા સ્વ ખર્ચે સમારકામ કર્યું છે. ખેડૂતે કર્યુ સમારકામ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લિંબુડા ગામના વતની અરવિંદ પનારા,જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઇવે પર નજરે દેખાતા ખાડાઓ પુરવાનું કામ કરે છે. આમ તો રોડ-રસ્તા બનાવવાનું કે તેને રીપેર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લિંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે. અરવિંદભાઈ પોતે એક ખેડૂત છે અને ખેતી કામમાં માણસો રાખી અને તે ખેતીકામ કરે છે. અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને તેના આ કામથી ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરે છે. સ્વ ખર્ચે કે છે સમારકામ અરવિંદભાઈ છેલ્લા સાત વર્ષથી દર વર્ષે 40 થી 50 હજારનો ખર્ચો કરી રોડ પર પડેલ મસ્ત મોટા ગાબડા પુરવાનું કામ કરી રહ્યા છે. તેમજ ખાડા તંત્ર દ્વારા બુરવામાં આવે તે માટે ચારથી પાંચ ગામના સરપંચોને સાથે રાખી જામનગર તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરે છે. તેમજ સ્થાનિક ધારાસભ્ય સાંસદ સહિતના રાજકીય આગેવાનોને પણ સારો રોડ કરવા માટે લેખિત રજૂઆતો કરે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોવાથી અરવિંદભાઈ આ ભગીરથ કાર્ય સ્વખર્ચે હાથમાં લીધું છે. આ કામગીરીમાં જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપર ગામ સહિતના આગેવાનો અને લોકો જોડાય છે. એક યુવાનનું મોત થતા જાતે ખાડા પૂર્યા રસ્તામાં ખાડા પુરવાના કાર્ય વિષે વાત અરવિંદભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી પત્નીની તબિયત નાંદુસ્ત ને કારણે અમદાવાદ હોસ્પિટલ ગયો હતો તે સમયે ત્યાં હોસ્પિટલમાં એક યુવાન અકસ્માતમાં સારવાર માટે આવ્યો હતો અને આ ચાલુ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો અને તે યુવાનનું કેવી રીતે અકસ્મત થયું તેની મેં આપવીતી સાંભળી અને મને ખબર પડી કે રસ્તામાં આવતા ખાડાને કારણે તેનું અકસ્માત થયું અને તેનું મૃત્યુ થયું અને ત્યારબાદ તેને મનમાં લાગી આવતા કોઈ પણ માનવીનો જીવ ખાડાને કારણે ના જાય અને લોકો સુરક્ષિત રહે તે વિચાર સાથે તેને આ ભગીરથ કાર્ય શરુ કર્યું. સમાજને નવો રાહ ચીંધ્યો આમ તો રોડ-રસ્તામાં ખાડા પડે ત્યારે પ્રજાજનો સરકારને રજૂઆત કરતા હોય છે ત્યારે આ વ્યક્તિએ એક નવો જ ચીલો ચાતરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. એક તરફ લોકો રોડ-રસ્તામાં ખાડાને કારણે સરકાર સામે આક્ષેપ કરતા હોય છે ત્યારે અરવિંદભાઈએ જાત મહેનત કરી ખાડા પુરવાનું કામ શરુ કર્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- જામનગરના લિંબુડા ગામે રોડ બન્યો ખાડામય
- ગામના ખેડૂતે જાતે સમારકામ કરીને રોડ બનાવ્યો
- રોડ પર અકસ્માત થવાની સંભાવના વધતા જાતે બનાવ્યો રોડ
આમ તો રસ્તા પરના ગાબડા બૂરવાનું કામ સરકારને કરવાનું હોય છે પરંતુ જામનગરના લિંબુડા ગામના ખેડૂત ખુદ સરકારનું કામ હાથમાં લઈને પોતાની મહેનતની કમાણીથી રસ્તા પરના ખાડા રિપેર કરી રહ્યા છે. જામનગરના લિંબુડા ગામે રહેતા અરવિંદભાઈ ગોવિંદભાઈ પટેલ નામના ખેડૂત ખેતીકામ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી વિવિધ જિલ્લાઓમાં જઈને રસ્તા પરના ખાડાઓ એકલા હાથે સ્વ ખર્ચે ખાડાનું સમારકામ કરે છે. અત્યાર સુધીમાં આ ખેડૂતે અનેક ગામના રસ્તાના ખાડા સ્વ ખર્ચે સમારકામ કર્યું છે.
ખેડૂતે કર્યુ સમારકામ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લિંબુડા ગામના વતની અરવિંદ પનારા,જે તંત્ર વતી પોતાની જાત મહેનતે રાજ્યમાં કોઈ પણ હાઇવે પર નજરે દેખાતા ખાડાઓ પુરવાનું કામ કરે છે. આમ તો રોડ-રસ્તા બનાવવાનું કે તેને રીપેર કરવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામ જોડિયા તાલુકાના લિંબુડા ગામના વતની અરવિંદભાઈ પોતાની જાત મહેનતે કરે છે. અરવિંદભાઈ પોતે એક ખેડૂત છે અને ખેતી કામમાં માણસો રાખી અને તે ખેતીકામ કરે છે. અરવિંદભાઈ છેલ્લા 7 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને તેના આ કામથી ગામ લોકો પણ ખુશી વ્યક્ત કરે છે.
સ્વ ખર્ચે કે છે સમારકામ
અરવિંદભાઈ છેલ્લા સાત વર્ષથી દર વર્ષે 40 થી 50 હજારનો ખર્ચો કરી રોડ પર પડેલ મસ્ત મોટા ગાબડા પુરવાનું કામ કરી રહ્યા છે. તેમજ ખાડા તંત્ર દ્વારા બુરવામાં આવે તે માટે ચારથી પાંચ ગામના સરપંચોને સાથે રાખી જામનગર તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરે છે. તેમજ સ્થાનિક ધારાસભ્ય સાંસદ સહિતના રાજકીય આગેવાનોને પણ સારો રોડ કરવા માટે લેખિત રજૂઆતો કરે છે તેમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતું હોવાથી અરવિંદભાઈ આ ભગીરથ કાર્ય સ્વખર્ચે હાથમાં લીધું છે. આ કામગીરીમાં જાંબુડા, હરિયાણા, ખીરી અને રામપર ગામ સહિતના આગેવાનો અને લોકો જોડાય છે.
એક યુવાનનું મોત થતા જાતે ખાડા પૂર્યા
રસ્તામાં ખાડા પુરવાના કાર્ય વિષે વાત અરવિંદભાઈ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે મારી પત્નીની તબિયત નાંદુસ્ત ને કારણે અમદાવાદ હોસ્પિટલ ગયો હતો તે સમયે ત્યાં હોસ્પિટલમાં એક યુવાન અકસ્માતમાં સારવાર માટે આવ્યો હતો અને આ ચાલુ સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો અને તે યુવાનનું કેવી રીતે અકસ્મત થયું તેની મેં આપવીતી સાંભળી અને મને ખબર પડી કે રસ્તામાં આવતા ખાડાને કારણે તેનું અકસ્માત થયું અને તેનું મૃત્યુ થયું અને ત્યારબાદ તેને મનમાં લાગી આવતા કોઈ પણ માનવીનો જીવ ખાડાને કારણે ના જાય અને લોકો સુરક્ષિત રહે તે વિચાર સાથે તેને આ ભગીરથ કાર્ય શરુ કર્યું.
સમાજને નવો રાહ ચીંધ્યો
આમ તો રોડ-રસ્તામાં ખાડા પડે ત્યારે પ્રજાજનો સરકારને રજૂઆત કરતા હોય છે ત્યારે આ વ્યક્તિએ એક નવો જ ચીલો ચાતરી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. એક તરફ લોકો રોડ-રસ્તામાં ખાડાને કારણે સરકાર સામે આક્ષેપ કરતા હોય છે ત્યારે અરવિંદભાઈએ જાત મહેનત કરી ખાડા પુરવાનું કામ શરુ કર્યું છે.