Surat: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની કરી ઉજવણી

ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીએ કરી ઉજવણીસી.આર.પાટીલે બહેનને ભેટ આપી આપ્યા આશીર્વાદ રાજ્યની જનતાને સી.આર.પાટીલે રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનનો તહેવારની ઉજવણી લોકો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. બહેન સુરેખાએ સી.આર.પાટીલને બાંધી રાખડી કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે. સી.આર.પાટીલે ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી છે. કેન્દ્રીય નેતાના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ બાંધ્યુ અને બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતાને પણ રક્ષાબંધનના તહેવારની શુભેચ્છા પાઠવી. અમદાવાદમાં રહેતા બહેને PM નરેન્દ્ર મોદીને બાંધી રાખડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી બહેનનું નામ કમર શેખ છે, જે પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે પણ તે લગ્ન બાદ ગુજરાતમાં રહે છે. આ વર્ષે પણ તેમણે પીએમ મોદી માટે ખાસ રાખડી બનાવી અને રાખડીની સાથે જ ભાઈ-બહેનના પ્રેમ ઉપર સુંદર સંદેશ લખ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 29 વર્ષથી કમર શેખ વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. પીએમ મોદીને રાખડી બાંધી મહિલા દર વર્ષે પ્રાર્થના કરે છે તેમનો ભાઈ તેમના જીવનમાં પ્રગતિ કરે અને પ્રાર્થના કરે છે કે સુરક્ષિત રહે. પીએમ મોદીની પાકિસ્તાની બહેન કેમ કહેવામાં આવે છે તમને જણાવી દઈએ કે જ્યારે નરેન્દ્ર મોદી RSSમાં હતા, ત્યારથી જ તેમના સંપર્કમાં હતા અને કમર શેખને પીએમ મોદીની પાકિસ્તાની બહેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. પરંતુ તેમને ભારતીય ચિત્રકાર મોહશિન શેખ સાથે લગ્ન કર્યા છે, જો કે આ બહેન દર વર્ષે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને રાખડી બાંધીને તેમની સફળતા માટે પ્રાર્થના કરે છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી જવાનભાઈઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે.

Surat: કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની કરી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીએ કરી ઉજવણી
  • સી.આર.પાટીલે બહેનને ભેટ આપી આપ્યા આશીર્વાદ
  • રાજ્યની જનતાને સી.આર.પાટીલે રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

રાજ્ય સહિત સમગ્ર દેશમાં આજે ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક રક્ષાબંધનનો તહેવારની ઉજવણી લોકો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે.

બહેન સુરેખાએ સી.આર.પાટીલને બાંધી રાખડી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે. સી.આર.પાટીલે ભટાર સ્થિત પોતાના નિવાસસ્થાને રક્ષાબંધનની ઉજવણી કરી છે. કેન્દ્રીય નેતાના બહેન સુરેખાએ તેમના ભાઈ સી.આર.પાટીલની કલાઈ પર સુરક્ષા કવચ બાંધ્યુ અને બહેનને સી.આર.પાટીલે ભેટ આપીને આશીર્વાદ પાઠવ્યા. આ સાથે જ કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતની જનતાને પણ રક્ષાબંધનના તહેવારની શુભેચ્છા પાઠવી.

અમદાવાદમાં રહેતા બહેને PM નરેન્દ્ર મોદીને બાંધી રાખડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી બહેનનું નામ કમર શેખ છે, જે પાકિસ્તાનના કરાચીની રહેવાસી છે પણ તે લગ્ન બાદ ગુજરાતમાં રહે છે. આ વર્ષે પણ તેમણે પીએમ મોદી માટે ખાસ રાખડી બનાવી અને રાખડીની સાથે જ ભાઈ-બહેનના પ્રેમ ઉપર સુંદર સંદેશ લખ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 29 વર્ષથી કમર શેખ વડાપ્રધાન મોદીને રાખડી બાંધે છે. પીએમ મોદીને રાખડી બાંધી મહિલા દર વર્ષે પ્રાર્થના કરે છે તેમનો ભાઈ તેમના જીવનમાં પ્રગતિ કરે અને પ્રાર્થના કરે છે કે સુરક્ષિત રહે.

પીએમ મોદીની પાકિસ્તાની બહેન કેમ કહેવામાં આવે છે

તમને જણાવી દઈએ કે જ્યારે નરેન્દ્ર મોદી RSSમાં હતા, ત્યારથી જ તેમના સંપર્કમાં હતા અને કમર શેખને પીએમ મોદીની પાકિસ્તાની બહેન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. પરંતુ તેમને ભારતીય ચિત્રકાર મોહશિન શેખ સાથે લગ્ન કર્યા છે, જો કે આ બહેન દર વર્ષે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને રાખડી બાંધીને તેમની સફળતા માટે પ્રાર્થના કરે છે.

ભારત-પાકિસ્તાન બોર્ડર પર રક્ષાબંધનની ઉજવણી

દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા 120 જેટલી કોલેજની વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટ પર પહોંચી હતી અને દેશના જવાનોને રાખડી બાંધી જવાનભાઈઓ સાથે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી છે.