BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

Vadodara Crime News :  હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું.આ દરમિયાન મીડિયા કર્મી સમક્ષ કેટલાક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.જે દરમિયાન એક યુવકે ભાજપના ચૂંટાયેલા આગેવાનો સામે બેફામ ઉચ્ચારણો કરી કહ્યું હતું કે,અહીંં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ.મહિલા ધારાસભ્ય મનિષા વકીલ માટે પણ જાહેરમાં અભદ્ર ઇશારા કરી ટિપ્પણી કરી હતી.આ વીડિયો વાયરલ થતાં તેના પર કોમેન્ટો પણ થઇ હતી.ઉપરોક્ત બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી રાવપુરામાં ફાયર સેફ્ટીના સાધનોનો વેપાર કરતા કુલદીપ સૂર્યકાન્ત ભટ્ટ (૪૫ વર્ષ,રહે.રુદ્રા સોસાયટી,અંબાલાલ પાર્ક, કારેલીબાગ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Crime News :  હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી છે. હરણીની મોટનાથ રેસિડેન્સી નજીક સિલ્વર ઓક રેસિડેન્સી તેમજ તેની આસપાસના વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતાં લોકોને ત્રણ દિવસ સુધી લાઇટ,પાણી તેમજ આવશ્યક ચીજવસ્તુઓ વગર ટળવળવું પડયું હતું.

આ દરમિયાન મીડિયા કર્મી સમક્ષ કેટલાક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.જે દરમિયાન એક યુવકે ભાજપના ચૂંટાયેલા આગેવાનો સામે બેફામ ઉચ્ચારણો કરી કહ્યું હતું કે,અહીંં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ.મહિલા ધારાસભ્ય મનિષા વકીલ માટે પણ જાહેરમાં અભદ્ર ઇશારા કરી ટિપ્પણી કરી હતી.આ વીડિયો વાયરલ થતાં તેના પર કોમેન્ટો પણ થઇ હતી.

ઉપરોક્ત બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી રાવપુરામાં ફાયર સેફ્ટીના સાધનોનો વેપાર કરતા કુલદીપ સૂર્યકાન્ત ભટ્ટ (૪૫ વર્ષ,રહે.રુદ્રા સોસાયટી,અંબાલાલ પાર્ક, કારેલીબાગ) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.