Jamnagar: જામનગર શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન
દેશમાં દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 31મી ઓક્ટોબરે સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને ઉલ્લાસભેર "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ રન ફોર યુનિટીમાં દેશને આઝાદી મળ્યા બાદ દેશી રિયાસતોને એક સાથે જોડીને અખંડ ભારતનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે જામનગરમાં પણ ભારે ઉમંગભેર આ કાર્યક્રમ યોજાયો હતો,.જામનગરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, હોમગાર્ડ્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા. આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી રણજીત નગર ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેશમાં દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
31મી ઓક્ટોબરે સ્વતંત્ર ભારતની એકતાના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસને ઉલ્લાસભેર "રાષ્ટ્રીય એકતા દિવસ" તરીકે ઉજવવામાં આવે છે. આ રન ફોર યુનિટીમાં દેશને આઝાદી મળ્યા બાદ દેશી રિયાસતોને એક સાથે જોડીને અખંડ ભારતનું નિર્માણ કરનાર લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે દેશભરમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે આજે જામનગરમાં પણ ભારે ઉમંગભેર આ કાર્યક્રમ યોજાયો હતો,.
જામનગરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટર સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ, જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, હોમગાર્ડ્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા.
આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી રણજીત નગર ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.