Jambusar: 59.850 કિલો ગાંજાના કેસમાં ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખને 10 વર્ષની સખત કેદ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જંબુસરમાં વર્ષ 2021માં ઝડપાયેલા 59.850 કિલો ગાંજાના કેસમાં ભરૂચની એનડીપીએસ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે જંબુસરની અજમેરી નગરીના રહેવાસી ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો આરોપી દંડની રકમ નહીં ભરે તો તેને વધુ 1 વર્ષની કેદ ભોગવવી પડશે.
2021માં આરોપીના ઘરેથી મળ્યો હતો ગાંજો
આ સમગ્ર કેસ વર્ષ 2021નો છે. તે સમયે જંબુસરમાં પોલીસને બાતમી મળી હતી કે આરોપીના ઘરે ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે. પોલીસકર્મી સાગરભાઈ મનસુખભાઈને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇસ્માઇલ ઉર્ફે લીલુ શેખના ઘરેથી 59.850 કિલો ગાંજો મળી આવ્યો હતો.
કોમર્શિયલ ક્વોન્ટિટી હોવાથી કડક સજા
એનડીપીએસ કાયદા હેઠળ 20 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટી ગણાય છે. આ કેસમાં 59.850 કિલો ગાંજો મળી આવ્યો હોવાથી કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સખત કેદ અને 1 લાખના દંડની સજા ફટકારવામાં આવી છે.'ડ્રગ્સનો ગુનો સમગ્ર સમાજ વિરુદ્ધનો ગુનો'
ચુકાદા દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે, એનડીપીએસનો ગુનો માત્ર એક વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ સમગ્ર સમાજ વિરુદ્ધનો ગુનો છે. આ સાથે કોર્ટે આરોપીને કાયદા મુજબ સજા સંભળાવી હતી.
આ પણ વાંચો : Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

