International Kite Festival 2025નો અમદાવાદના રિવરફ્રન્ટ પરથી થયો પ્રારંભ, વાંચો Story

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે જેમા 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પંતગોત્સવનો આનંદ માણશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પંતગોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે,14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 પતંગ રસિયા જોડાયા છે,અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ પણ સામેલ થશે. અમદાવાદમાં પતંગોત્સવમાં HMPVના સ્લોગનો પતંગ અમદાવાદના પતંગોત્સવમાં HMPVના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે જેમાં HMPV વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે,વિવિધ વાયરસથી મા નગરદેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે.ગુજરાત ટુરિઝમે HMPVપતંગને સ્પોન્સર કર્યો છે.12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો.11 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતેથી થયો છે.અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે. 47 દેશ 147 પતંગબાજો અને વિવિધ કાર્યક્રમો આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે. ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.  

International Kite Festival 2025નો અમદાવાદના રિવરફ્રન્ટ પરથી થયો પ્રારંભ, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે જેમા 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પંતગોત્સવનો આનંદ માણશે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પંતગોત્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે,14 જાન્યુઆરી સુધી આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 પતંગ રસિયા જોડાયા છે,અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ પણ સામેલ થશે.

અમદાવાદમાં પતંગોત્સવમાં HMPVના સ્લોગનો પતંગ

અમદાવાદના પતંગોત્સવમાં HMPVના વાયરસના પતંગે આકર્ષણ જમાવ્યું છે જેમાં HMPV વાયરસની જાગૃતતા દર્શાવતો પતંગ દેખાયો છે,વિવિધ વાયરસથી મા નગરદેવી રક્ષણ કરે તેવો પતંગ પણ જોવા મળ્યો છે.ગુજરાત ટુરિઝમે HMPVપતંગને સ્પોન્સર કર્યો છે.12મીએ સ્ટેચ્યુ ઑફ યુનિટી, રાજકોટ અને વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે.ગયા વર્ષે જ્યારે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો.

11 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન

આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતેથી થયો છે.અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025 ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો, 12 જાન્યુઆરી 2025 ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025’નું આયોજન કરવામાં આવ્યું છે.

47 દેશ 147 પતંગબાજો અને વિવિધ કાર્યક્રમો

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્દઘાટન પ્રસંગના મુખ્ય આકર્ષણો આ મુજબના રહેશે. ઉદ્દઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.