India News: વડાપ્રધાન મોદીએ પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા પર પ્રહારો કર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વન કર્મી પર હુમલા કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે દોષિત જાહેર કરી 7 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો છે. ચૈતર વસાવાને સજા મળતાં જ વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. હવે તેઓ આ કેસમાં જામીન મેળવવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. આ કેસમાં એક મહિલાને કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે પંજાબમાં આડકતરી રીતે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર વરસ્યા હતાં.
ચૈતર વસાવા પર આડકતરી રીતે પ્રહાર
વડાપ્રધાને જાહેર સભાને સંબોધતા આડકતરી રીતે કહ્યું હતું કે, કેટલાક દિવસો પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યને કોર્ટે સાત વર્ષની સજા સંભળાવી છે. આ સજા સરકારી અધિકારીઓ પર હુમલા અને વસૂલીના મામલામાં સંભળાવી છે. વસૂલી અને ગેરકાયદેસર કબજો એ બધું જ તેમની રાજનીતિનો ટ્રેડ માર્ક બની ચૂક્યો છે. આવા અનેક કેસોમાં ઘણા લોકો જામીન પર બહાર ફરી રહ્યાં છે.
પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાની
વડાપ્રધાન મોદીએ પંજાબમાં જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે જે લોકો પંજાબની સત્તા પર બેઠા છે તેઓ ખૂબ અભિમાનથી દેશની રાજનીતિ બદલાવાનો દાવો કરતા હતાં. પરંતુ આજે તેમનું સત્ય દેશ જોઈ રહ્યો છે. બે ત્રણ દિવસ પહેલા જ દિલ્હીમાં તેમના એક નેતાને કોર્ટે દોષિત કરાર આપ્યો છે. તેમની પર કોમી વૈમનસ્ય ફેલાવવાનો આરોપ છે. આ ઉપરાંત પોલીસના આઈબી અધિકારીની હત્યાનો પણ છે. આ લોકોની બેશરમી જુઓ કોર્ટે સાબિતીઓના આધાર પર ચુકાદો આપ્યો અને આ લોકો કોર્ટના ચુકાદા સામે પણ સવાલો ઉઠાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Gujarat ATS Probe : મારો દીકરો દેશદ્રોહી નીકળે તો કડક સજા કરો, ફટાકડા અને ઝાડમાં નાખવાના પાવડરથી પ્રયોગો કરતો : આરોપીના પિતા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

