India News: કોંગ્રેસે નવા 81 સચિવોની યાદી જાહેર કરી, જાણો ગુજરાતના કયા નેતાને મળ્યું સ્થાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કોંગ્રેસે પોતાના સંગઠનમાં મોટો ફેરફાર કરતા AICC સચિવોની નવી યાદી જાહેર કરી છે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરી બાદ પાર્ટીના મહાસચિવ અને સાંસદ કે.સી.વેણુગોપાલે ગુરુવારે 81 સચિવોની નિમણૂક અને તેમની જવાબદારીઓની ફાળવણીનો આદેશ જાહેર કર્યો હતો.નવી યાદીમાં વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પાર્ટીના કેન્દ્રીય સંગઠન સાથે જોડાયેલી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ થશે.
ગુજરાતમાંથી કયા નેતાઓને સ્થાન મળ્યું
નવી યાદીમાં પ્રણવ ઝાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયની જવાબદારી આપવામાં આવી છે.જ્યારે ઉત્તર પ્રદેશને છ સચિવો મળ્યા છે. જેમાં અભિષેક દત્ત,વરુણ ચૌધરી,કુણાલ ચૌધરી,જગદીશ ચંદર જાંગિડ,અબ્દુલ હન્નાન અને સંજીવ આર્યનો સમાવેશ થાય છે.રાજસ્થાનમાં વિશ્વ વિજય સિંહ,પોરલાક ખારતે, ડૉ. પલક વર્મા અને મનોજ બાગડીને જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતમાં રામકિશન ઓઝા, સુભાષિની યાદવ, હેમ સિંહ શેખાવત અને નરેશ ઠાકુરને સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ઘણા સચિવોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાંથી પાલ આંબલિયા અને મહિલા નેતા ડૉ.પલક વર્માને મોટી જવાબદારી સોંપી છે.
કેન્દ્રીય સંગઠનમાં પણ જવાબદારીઓની વહેંચણી
કોંગ્રેસે રાજ્યો ઉપરાંત પાર્ટીના કેન્દ્રીય સંગઠનમાં પણ મહત્વની જવાબદારીઓ નક્કી કરી છે. પ્રણવ ઝા અને ગૌરવ પાંધીને કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલય સાથે જોડાયેલી જવાબદારી આપવામાં આવી છે. ડૉ. વિનીત પુનિયા અને રુચિરા ચતુર્વેદીને કોમ્યુનિકેશન, પબ્લિસિટી, મીડિયા, સોશિયલ અને ડિજિટલ મીડિયાનું કામ સોંપવામાં આવ્યું છે.નવી યાદીની સાથે કોંગ્રેસે 25 નિવર્તમાન (પૂર્વ) AICC સચિવો અને સંયુક્ત સચિવોને જવાબદારીમાંથી મુક્ત પણ કર્યા છે. તેમાં અંબા પ્રસાદ, બી.એમ.સંદીપ,ચેતન ચૌહાણ, ચિરંજીવ રાવ, ક્રિસ્ટોફર તિલક,દેવેન્દ્ર યાદવ,દિવ્યા મદેરણા અને મન્સૂર અલી ખાનનો સમાવેશ થાય છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

