Idar: પ્રજાસત્તાક દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું
સાબરકાંઠા જિલ્લામાં તા.26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી રવિવારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં થનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુરૂવારે રીહર્સલ યોજાયું હતુ.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસવડા વિજય પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું ગુરૂવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રીહર્સલ દરમિયાન ડોગ શો સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લામાં તા.26 જાન્યુઆરી 2025ના રોજ પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી રવિવારે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઇડર ખાતે ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ઉપસ્થિતિમાં થનાર છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસવડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગુરૂવારે રીહર્સલ યોજાયું હતુ.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમના સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જિલ્લાકક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પોલીસવડા વિજય પટેલની અધ્યક્ષતામાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનું ગુરૂવારે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. રિહર્સલ દરમિયાન કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ. આ રીહર્સલમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા વિવિધ અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રીહર્સલ દરમિયાન ડોગ શો સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરાઈ હતી.