Idarના સિંગા ગામના હેર તળાવમાંથી મળ્યો 40 વર્ષીય યુવકનો મૃતદેહ, પાણીમાં ડૂબવાથી મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં એક ગમગીનીભરી ઘટના સામે આવી છે. જ્યાં પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે. ઇડર તાલુકાના સિંગા ગામની છેવાડે આવેલા હેર તળાવમાંથી 40 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક વ્યક્તિ એકલારા ગામનો વતની બળવંતભાઈ નાઈ હોવાનું જાણવા મળ્યું છે.
સિંગા ગામની છેવાડે આવેલ હેર તળાવ માંથી મળ્યો મૃતદેહ
જેમનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. આસપાસના ખેડૂતોએ તળાવના પાણીમાં લાશ તરતી જોઈ હતી. જેના પગલે તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ ઇડર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને તળાવમાંથી બહાર કાઢી હતી.
ઇડર ફાયર વિભાગે લાશ તળાવ માંથી બહાર કાઢી
આ બનાવ અંગે જાદર પોલીસે હવે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે, જેમાં મૃત્યુનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ અસામાન્ય સંજોગો હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

