Helmet Drive: રાજ્યમાં પ્રથમ દિવસે જ 3,192 સરકારી કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી

Feb 11, 2025 - 21:30
Helmet Drive: રાજ્યમાં પ્રથમ દિવસે જ 3,192 સરકારી કર્મચારીઓ સામે કરાઈ કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આજથી એટલે કે 11 ફેબ્રુઆરીથી તમામ સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓ માટે જ્યારે પણ ટુ-વ્હીલર વાહન ડ્રાઈવ કરો તે સમયે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજિયાત કરવામાં આવ્યો છે. ત્યારે આજથી જ રાજ્યભરની સરકારી કચેરીઓની બહાર પોલીસે વિશેષ ડ્રાઈવ શરૂ કરી દીધી છે.

હેલ્મેટ અને સીટ બેલ્ટ ના પહેરવાને લઈને કરાઈ કાર્યવાહી

ગુજરાત પોલીસના જવાનો તમામ સરકારી કચેરીઓ બહાર ખડેપગે રહીને વિશેષ ડ્રાઈવ ચલાવી રહ્યા છે. આ દરમિયાન પ્રથમ દિવસે જ નિયમ તોડનારા તમામ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારી કચેરીના કર્મચારીઓ પોતાના ટુ-વ્હીલર કે ફોર વ્હીલરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળે તો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ડ્રાઈવના પ્રથમ દિવસે જ સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર 3,192 લોકો ઝડપાયા છે, તેમની વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.

પકડાયા તો દંડ સહિત કાયદાકીય કાર્યવાહી કરાશે

ઉલ્લેખની છે કે હાઈકોર્ટના કડક વલણને પગલે રાજ્યના DGP વિકાસ સહાયે આદેશ કરતાં આજથી જ હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવા કહ્યું છે. હેલ્મેટના નિયમને લઈને પોલીસ એકશનમાં આવતા તમામ સરકારી કચેરીમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીના ગેટ પર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરી હેલ્મેટના નિયમોનું પાલન કરાવે છે. જો કોઈપણ કર્મચારી હેલ્મેટના કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાશે તો તેની સામે દંડ સહિત કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.

ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ પોલીસ એકશન મોડમાં

રાજ્યમાં વધતા અકસ્માતોને લઈને ગુજરાત હાઈકોર્ટે પોલીસની સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. છેલ્લા કેટલાક સમયથી અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યા વધી હોવાના આંકડા સામે આવ્યા છે. જેના બાદ હાઈકોર્ટે અકસ્માતથી બનતી ગંભીર ઘટનાઓ ઘટાડવા અસરકારક પગલાં લેવા પોલીસને નિર્દેશ કર્યો હતો. પોલીસે માર્ગ સલામતીની સાથે ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન કરવા લોકોમાં જાગૃતિ આવે માટે એક શોર્ટ વીડિયો પણ બનાવવામાં આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0