Harsh Sanghviએ ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી પર્વની કરી ઉજવણી

ગુજરાતના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ગરીબ બાળકોને સાથે રાખીને દિવાળી પર્વની ઉજવણી કરી છે.સાથે સાથે પોલીસે પણ માનવતા મહેકાવી છે,ગરીબ બાળકોને કપડા અપાવીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે,સુરતમાં પાંડેસરા પોલીસે શરૂઆત કરાવી છે અને ગરીબ બાળકોના જીવનમાં ફટાકડા અને કપડા આપીને દિવાળીનું પર્વ ઉજવી આશીર્વાદ મેળવ્યા છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા,તેમનું કહેવું છે કે,પાંડેસરા પોલીસે કાર્યક્રમની શરૂત કરી છે તે બદલ અભિનંદન પાઠવું છું અને તમામનો આભાર પણ માનું છુ.રાજ્યની અનેક માતાએ ગુજરાત પોલીસને આશીર્વાદ આપ્યા છે અને સુરત પોલીસે અનેક સિદ્ધિ હાંસલ કરી છે,દિવાળીમાં પોલીસે ગરીબ બાળકોને કપડાં આપી માનવતા મહેકાવી છે તે બદલ તેમનો આભાર.ખરા અર્થમાં સાર્થક દિવાળી કેવી રીતે બની શકે તેનું ઉદાહરણ પૂરુ પાડયું છે.આ બાળકો તમામ સમસ્યાનો સામનો કરી આ દેશનું નામ રોશન કરશે,નાના નાના કામોમાં સુધારો લાનવા રાત દિવસ મેહનત કરો છો તે સારી વાત છે.દિવાળીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં બીજી તરફ દિવાળી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના બને અને નાગરિકો સુખ-શાંતિ સાથે દિવાળીનો તહેવાર ઊજવી શકે તે માટે શહેર પોલીસે પણ કમર કસી છે. માહિતી મુજબ, સુરત શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધાર્યું છે. રાંદેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં મોટા ઉપાડે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સ્થાનિક વિસ્તારમાં આવેલી જ્વેલર્સ દુકાનો પર CCTV ની તપાસ કરાઈ છે. સાથે દુકાનદારોને CCTV કેમેરા સજ્જ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે.

Harsh Sanghviએ ગરીબ બાળકો સાથે ફટાકડા ફોડી દિવાળી પર્વની કરી ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ગરીબ બાળકોને સાથે રાખીને દિવાળી પર્વની ઉજવણી કરી છે.સાથે સાથે પોલીસે પણ માનવતા મહેકાવી છે,ગરીબ બાળકોને કપડા અપાવીને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે,સુરતમાં પાંડેસરા પોલીસે શરૂઆત કરાવી છે અને ગરીબ બાળકોના જીવનમાં ફટાકડા અને કપડા આપીને દિવાળીનું પર્વ ઉજવી આશીર્વાદ મેળવ્યા છે.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

હર્ષ સંઘવી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા,તેમનું કહેવું છે કે,પાંડેસરા પોલીસે કાર્યક્રમની શરૂત કરી છે તે બદલ અભિનંદન પાઠવું છું અને તમામનો આભાર પણ માનું છુ.રાજ્યની અનેક માતાએ ગુજરાત પોલીસને આશીર્વાદ આપ્યા છે અને સુરત પોલીસે અનેક સિદ્ધિ હાંસલ કરી છે,દિવાળીમાં પોલીસે ગરીબ બાળકોને કપડાં આપી માનવતા મહેકાવી છે તે બદલ તેમનો આભાર.ખરા અર્થમાં સાર્થક દિવાળી કેવી રીતે બની શકે તેનું ઉદાહરણ પૂરુ પાડયું છે.આ બાળકો તમામ સમસ્યાનો સામનો કરી આ દેશનું નામ રોશન કરશે,નાના નાના કામોમાં સુધારો લાનવા રાત દિવસ મેહનત કરો છો તે સારી વાત છે.


દિવાળીનાં પર્વને લઈ સુરત પોલીસ એક્શનમાં

બીજી તરફ દિવાળી દરમિયાન કોઈ અપ્રિય ઘટના ના બને અને નાગરિકો સુખ-શાંતિ સાથે દિવાળીનો તહેવાર ઊજવી શકે તે માટે શહેર પોલીસે પણ કમર કસી છે. માહિતી મુજબ, સુરત શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધાર્યું છે. રાંદેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં મોટા ઉપાડે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. સ્થાનિક વિસ્તારમાં આવેલી જ્વેલર્સ દુકાનો પર CCTV ની તપાસ કરાઈ છે. સાથે દુકાનદારોને CCTV કેમેરા સજ્જ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના અપાઈ છે.