Har Ghar Tiranga : રાજકોટ જિલ્લાની 1200થી વધુ શાળાઓમાં 'રાષ્ટ્રભક્તિ'ની લહેર છવાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હાલ રાજ્યભરમાં 'હર ઘર તિરંગા અભિયાન' ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના નિર્દેશ મુજબ વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં સરકારી, ખાનગી મળીને 1202 શાળાઓએ 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
સૌથી વધુ જસદણ તાલુકાની 200 શાળાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત જિલ્લામાં સૌથી વધુ જસદણ તાલુકાની 200 શાળાઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ધોરાજી તાલુકાની 91, ગોંડલ તાલુકાની 144, જામકંડોરણા તાલુકાની 77, જેતપુર તાલુકાની 108, કોટડા સાંગાણી તાલુકાની 56, લોધિકા તાલુકાની 52, પડધરી તાલુકાની 128, રાજકોટ તાલુકાની 129, ઉપલેટા તાલુકાની 102, વિંછિયા તાલુકાની 115 શાળાઓએ નોંધણી કરાવી છે.
રેલીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો
અભિયાન અંતર્ગત શાળાઓમાં બાળકો માટે તિરંગા ક્વિઝ યોજવામાં આવી હતી. સ્માર્ટક્લાસમાં સ્માર્ટ બોર્ડની મદદથી યોજાયેલી ક્વિઝ સ્પર્ધામાં બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. ક્વિઝ દરમિયાન બાળકોને તિરંગા વિશેની ઘણી નવી બાબતો જાણવા મળી હતી. આ દરમિયાન બાળકોએ શાળાઓમાં તિરંગાની થીમ પર સુશોભનો પણ કર્યા હતા. કેટલીક શાળાઓ દ્વારા તિરંગા રેલી પણ યોજવામાં આવી હતી. માર્ગો પર નીકળેલી રેલીમાં નાગરિકો પણ જોડાયા હતા અને રેલીએ દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ 1029 શાળાઓ દ્વારા ‘હર ઘર તિરંગા’ પોર્ટલ પર 4588થી વધુ ફોટો પણ અપલોડ કરવામાં આવ્યા છે.
What's Your Reaction?






