Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

Feb 21, 2026 - 10:30
Happy Birthday Ahmedabad: આજે 'હેરિટેજ સિટી' થી 'મેગા સિટી' સુધીની સફર ગૌરવશાળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ ગુજરાતનું હૃદય ગણાતું અમદાવાદ શહેર પોતાનો 615મો સ્થાપના દિવસ ઉજવવા જઈ રહ્યું છે. વર્ષ 1411માં સુલતાન અહેમદ શાહે સાબરમતી નદીના કિનારે આ શહેરનો પાયો નાખ્યો હતો. આજે અમદાવાદ માત્ર ગુજરાતનું આર્થિક કેન્દ્ર જ નહીં, પરંતુ ભારતની આઝાદીના જંગનું સાક્ષી અને વિશ્વના નકશા પર 'વર્લ્ડ હેરિટેજ સિટી' તરીકે ગૌરવ ધરાવતું મહાનગર છે.

ઐતિહાસિક ધરોહર અને ઓળખ

અમદાવાદ તેની સ્થાપત્ય શૈલી માટે જગવિખ્યાત છે. શહેરની ઓળખ સમાન સીદી સઇદની જાળી તેની પથ્થરની કોતરણી માટે અજોડ છે. તો બીજી તરફ, શહેરના રક્ષણ માટે બનેલા 21 દરવાજાઓ (જેમાં લાલ દરવાજા, ત્રણ દરવાજા વગેરે પ્રમુખ છે) અને કિલ્લાબંધી શહેરના ઈતિહાસની સાક્ષી પૂરે છે.

શહેરના આસ્થા અને સંસ્કૃતિના કેન્દ્રો

અમદાવાદના નગરદેવી તરીકે પૂજાતા ભદ્રકાળી માતાનું મંદિર ભદ્ર કિલ્લા પાસે આવેલું છે. 'અમદાવાદના એક્રોપોલિસ' તરીકે ઓળખાતું આ સ્થાપત્ય સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષની દરગાહ છે.અમદાવાદની સાંકડી ગલીઓ અને લાકડાની કોતરણી ધરાવતી પોળો તેની ખાસિયત છે. શહેરની પ્રથમ પોળ 'મુહૂર્ત પોળ' અને સૌથી મોટી પોળ 'માંડવીની પોળ' છે.આધુનિકતા અને વિકાસનો પથ

એક સમયે 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું અમદાવાદ આજે મેગા સિટી બની ગયું છે. નદી કિનારે બનેલું આ આધુનિક મનોરંજન સ્થળ આજે શહેરની નવી ઓળખ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર માટે 107 હેક્ટરમાં ફેલાયેલું આ સ્થળ યુવાનો માટે જ્ઞાનનું કેન્દ્ર છે.15મી સદીમાં નિર્મિત આ ઐતિહાસિક તળાવ આજે મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થળ બની ગયું છે.ગાંધીજી અને આઝાદીની લડત

ભારતની આઝાદીના ઇતિહાસમાં અમદાવાદનું સ્થાન સર્વોપરી છે. સાબરમતી નદીના કિનારે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલો સત્યાગ્રહ આશ્રમ આજે પણ વિશ્વભરના પ્રવાસીઓ માટે શાંતિ અને અહિંસાનું પ્રતીક છે. 615 વર્ષના વારસાને જાળવી રાખીને અમદાવાદ આજે હાઈવે, મેટ્રો ટ્રેન અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિશ્વના શ્રેષ્ઠ શહેરો સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

આ પણ વાંચો: Vadodara: સોશિયલ મીડિયાની દોસ્તીમાં પરિણીતા પાયમાલ, ગેમિંગના રવાડે ચઢેલા યુવકે 15 લાખ પડાવી આચર્યું દુષ્કર્મ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0