Halvad: ગાંધીપુર ગ્રામ પંચાયત પ્રથમ ચૂંટણીમાં જ ગ્રામજનોની ગાંધીગીરીથી સમરસ બની

Jun 22, 2025 - 04:00
Halvad: ગાંધીપુર ગ્રામ પંચાયત પ્રથમ ચૂંટણીમાં જ ગ્રામજનોની ગાંધીગીરીથી સમરસ બની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ તાલુકામાં ચૂંટણી પહેલા ચાર ગ્રામ પંચાયત બિનહરીફ્ જાહેર થઈ છે ત્યારે રાયસંગપુર ગામમાંથી વર્ષ 2001માં અલગ પડેલી ગાંધીપુર(નવા રાયસંગપર) ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણીમાં સમરસ જાહેર થઈ છે. મહિલા શાસિત પંચાયતમાં પ્રથમ સરપંચ અને સભ્યોની બિનહરીફ્ વરણી કરી છે.

હળવદ તાલુકાના રાયસંગપર ગામમાંથી વર્ષ 2001ના ભૂકંપ બાદ આ ગામ વસ્યું હતું પણ આ ગામને સ્વતંત્ર ગામ તરીકેનો સરકાર તરફ્થી સતાવાર દરજ્જો મળ્યો ન હતો. આથી ગામના અગ્રણીઓએ તેમના ગામને અલગ ગ્રામ પંચાયતની મંજૂરી આપવા સરકારમાં રજૂઆત કરી હતી. જેથી રજૂઆતને પગલે ગામને અલગ ગ્રામ પંચાયતની સત્તાવાર મંજૂરી મળી ગયા બાદ હળવદ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતા ગાંધીપુર(નવા રાયસંગપર) ગામમાં પ્રથમવાર ચૂંટણી યોજાનારની હતી. પણ તે પહેલાં ગામમાં કોઈ વિખવાદ ન થાય અને ગામમાં એકતા જળવાય રહે તે માટે પ્રથમ ચૂંટણીમાં જ આ ગામને સમરસ જાહેર કરાયું છે. જેમાં પ્રથમ સરપંચ તરીકે રસીલાબેન હસમુખભાઈ કંઝારિયા, ઉપસરપંચ તરીકે પાયલબેન સંજયભાઈ મકવાણા તેમની આખી બોડીની બિનહરીફ્ વરણી કરાઇ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0