Halvad: ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમાં

આગામી 16 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી હળવદ નગરપાલિકાની ચૂંટણી નું ચીત્ર સ્પષ્ટ થતાં શહેરના વોર્ડ નં. 1થી 7ના 27 હજાર મતદારોને રીઝવવા સાથે પોતાના એજન્ડા બહાર પાડી ભાજપ અને કોંગ્રસના ઉમેદવારો તેમજ કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તો બીજી તરફ આમ આદમીના દશ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવી જીતનો દાવો કર્યો છે.હળવદ નગરપાલિકાની ચુંટણીમાં રસાકસી ભર્યા જંગ જામી રહ્યો છે. ભાજપની પ્રભુત્વવાળી પાલિકામાં હાલ ભાજપ અને કોંગ્રેસે પોતાના દરેક વોર્ડમાં ઉમેદવારો ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પહેલી વખત આ ચૂંટણીમાં ઝંપલાવતા પોતાના ઉમેદવારો મેદાનમાં આવતા શહેરના વોર્ડ નં. 3, 6 અને 7માં ભાજપ અને કોંગ્રેસની બાજી બગાડે તો નવાઈ નહી. ભારતીય જનતા પાર્ટીએ પાલિકાની ચૂંટણી અંતર્ગત શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, સાંસદ ઉપરાંત ચાર ધારાસભ્યો અને જિલ્લાના હોદેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વોર્ડ વાઈઝ ગ્રુપ મીટીંગનો દોર શરૂ કરી નર્કાગાર બનેલી છોટાકાશીને સ્વચ્છ બનાવવાની નેમ સાથે પ્રચારની શરુઆત કરી હતી.

Halvad: ઉમેદવારો મતદારોને રીઝવવા મેદાનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આગામી 16 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી હળવદ નગરપાલિકાની ચૂંટણી નું ચીત્ર સ્પષ્ટ થતાં શહેરના વોર્ડ નં. 1થી 7ના 27 હજાર મતદારોને રીઝવવા સાથે પોતાના એજન્ડા બહાર પાડી ભાજપ અને કોંગ્રસના ઉમેદવારો તેમજ કાર્યકરોએ ડોર ટુ ડોર પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તો બીજી તરફ આમ આદમીના દશ ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવી જીતનો દાવો કર્યો છે.

હળવદ નગરપાલિકાની ચુંટણીમાં રસાકસી ભર્યા જંગ જામી રહ્યો છે. ભાજપની પ્રભુત્વવાળી પાલિકામાં હાલ ભાજપ અને કોંગ્રેસે પોતાના દરેક વોર્ડમાં ઉમેદવારો ઉતાર્યા છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ પહેલી વખત આ ચૂંટણીમાં ઝંપલાવતા પોતાના ઉમેદવારો મેદાનમાં આવતા શહેરના વોર્ડ નં. 3, 6 અને 7માં ભાજપ અને કોંગ્રેસની બાજી બગાડે તો નવાઈ નહી.

ભારતીય જનતા પાર્ટીએ પાલિકાની ચૂંટણી અંતર્ગત શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, સાંસદ ઉપરાંત ચાર ધારાસભ્યો અને જિલ્લાના હોદેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ વોર્ડ વાઈઝ ગ્રુપ મીટીંગનો દોર શરૂ કરી નર્કાગાર બનેલી છોટાકાશીને સ્વચ્છ બનાવવાની નેમ સાથે પ્રચારની શરુઆત કરી હતી.