Halvad છ કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી

હળવદ શહેરમાં આઠ દિવસો પહેલા પાંચથી વધુ મકાનોમાં તાળા તોડી તસ્કરોએ ચોરી કરેલી ઘટનાના આરોપી હજુ ઝડપાયા નથી.ત્યારે ફ્રી એક વખત શહેરના કચ્છ હાઇવે ઉપર આવેલ સરદાર પટેલ સ્કૂલ સામે જુદા જુદા છ કારખાનાઓમાં ગુરુવારની મોડી રાત્રે ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે એ દીશા માં તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવાર આડે હવે છ દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ વેપારીઓ અને કારખાનેદાર માલિકો પોતાના વેપાર ધંધામાં વ્યસ્તથ થઈ ગયા છે ત્યારે ગુરુવાર ની મોડી રાત્રે હળવદ શહેર ના કચ્છ હાઇવે ઉપર આવેલ સરદાર પટેલ સ્કૂલ સામે આવેલા મધુસુધન એસ્ટેટ્સ વિસ્તારમાં આવેલા એન્ટાલિયા સિડસ, બેસ્ટ એગ્રો ફૂડ, શિવ શક્તિ ઓઈલ મીલ, જલારામ પ્રોટીન, હુંડાઈ શોરૂમ, ગંગોત્રી ઓઇલ મીલમાં ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી અને કારખાનાના દરવાજા તેમજ લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી નાની મોટી વસ્તુઓની કરી ચોરી હળવદ પોલીસને તસ્કરો એ ખુલ્લો પડકાર આપતા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હળવદ પીઆઈ વ્યાસના જણાવ્યા મુજબ કારખાનામાંથી થયેલી ચોરીના મામલે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા જુદી જુદી દિશામાં ત્રણ ટીમને રવાના કરી છે. એક કારખાનામાંથી રૂ. 18 હજારની રોકડ ચોરી કારખાનેદાર વિપુલભાઈ પટેલના જણાવ્યા મુજબ અમારા કારખાનામાં સીસીટીવી ફૂટેજના આધારે રાત્રીના બે વાગે અમારી ઓફ્સિની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ અઢાર હઝાર ની રકમ લઈ ટેબલ ના તમામ જરૂરી કાગળ રફેદફે કરી બાજુના કારખાનાને નિશાન બનાવ્યું હતું. સીસીટીવી કેમેરામાં પાંચ તસ્કરો કેદ થયા હળવદના મધુસુધન એસ્ટેટ્સ વિસ્તારના છ કારખાનામાં ગુરુવારે મોડી રાત્રે ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી જેમાં કુલ પાચ તસ્કરો હોવાનું સીસી ટીવી મા હોવાનું જાણવા મળ્યું છે છ પૈકી ત્રણ કારખાના માં તસ્કરો ને ફેગટ નો ફેરો થયો હોવાનું બહાર આવ્યું છે.

Halvad છ કારખાનામાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હળવદ શહેરમાં આઠ દિવસો પહેલા પાંચથી વધુ મકાનોમાં તાળા તોડી તસ્કરોએ ચોરી કરેલી ઘટનાના આરોપી હજુ ઝડપાયા નથી.

ત્યારે ફ્રી એક વખત શહેરના કચ્છ હાઇવે ઉપર આવેલ સરદાર પટેલ સ્કૂલ સામે જુદા જુદા છ કારખાનાઓમાં ગુરુવારની મોડી રાત્રે ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે એ દીશા માં તપાસ હાથ ધરી છે. દિવાળીના તહેવાર આડે હવે છ દિવસ બાકી રહ્યા છે ત્યારે વિવિધ વેપારીઓ અને કારખાનેદાર માલિકો પોતાના વેપાર ધંધામાં વ્યસ્તથ થઈ ગયા છે ત્યારે ગુરુવાર ની મોડી રાત્રે હળવદ શહેર ના કચ્છ હાઇવે ઉપર આવેલ સરદાર પટેલ સ્કૂલ સામે આવેલા મધુસુધન એસ્ટેટ્સ વિસ્તારમાં આવેલા એન્ટાલિયા સિડસ, બેસ્ટ એગ્રો ફૂડ, શિવ શક્તિ ઓઈલ મીલ, જલારામ પ્રોટીન, હુંડાઈ શોરૂમ, ગંગોત્રી ઓઇલ મીલમાં ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી અને કારખાનાના દરવાજા તેમજ લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી નાની મોટી વસ્તુઓની કરી ચોરી હળવદ પોલીસને તસ્કરો એ ખુલ્લો પડકાર આપતા પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. હળવદ પીઆઈ વ્યાસના જણાવ્યા મુજબ કારખાનામાંથી થયેલી ચોરીના મામલે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે તસ્કરોને ઝડપી પાડવા જુદી જુદી દિશામાં ત્રણ ટીમને રવાના કરી છે.

એક કારખાનામાંથી રૂ. 18 હજારની રોકડ ચોરી

કારખાનેદાર વિપુલભાઈ પટેલના જણાવ્યા મુજબ અમારા કારખાનામાં સીસીટીવી ફૂટેજના આધારે રાત્રીના બે વાગે અમારી ઓફ્સિની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ અઢાર હઝાર ની રકમ લઈ ટેબલ ના તમામ જરૂરી કાગળ રફેદફે કરી બાજુના કારખાનાને નિશાન બનાવ્યું હતું.

સીસીટીવી કેમેરામાં પાંચ તસ્કરો કેદ થયા

હળવદના મધુસુધન એસ્ટેટ્સ વિસ્તારના છ કારખાનામાં ગુરુવારે મોડી રાત્રે ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી હતી જેમાં કુલ પાચ તસ્કરો હોવાનું સીસી ટીવી મા હોવાનું જાણવા મળ્યું છે છ પૈકી ત્રણ કારખાના માં તસ્કરો ને ફેગટ નો ફેરો થયો હોવાનું બહાર આવ્યું છે.