Gujcomasol વર્ષ 2023-24માં 4357 કરોડના ટર્નઓવરે પહોંચ્યું, થઈ અધધ આવક
ગુજકોમાસોલની આજે 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સાધારણ સભા અમદાવાદ પંડિત દિન દયાળ હોલમાં યોજાઇ હતી,જેમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ વાઇસ ચેરમેન બિપીન ગોતા અને સભાસદો હાજર રહ્યાં હતા,મિડીયાને માહિતી આપતા દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતુ કે,વર્ષ 2023-24માં ગુજકોમાસોલ 4357 કરોડના ટર્નઓવરએ પહોંચ્યું છે.ગત વર્ષે 69.34 કરોડનો નફો થયો હતો જોગવાઈઓ તેમજ ખર્ચા બાદ ક૨તા 20.42 કરોડનો નેટ નફો થયો છે.બોર્ડ દ્વારા 20% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી સાથે સાથે રીઝર્વ તથા અન્ય ફંડો વધીને 135.04 કરોડ થયા છે કાયમી મિલકતોમાં 12.14 કરોડ જેટલો વધારો થયો છે.વર્ષના અંતે ઈન્વેસ્ટમેન્ટ 29.52 કરોડ, તે વધીને 30.72 કરોડ પર પહોંચ્યું છે.ગત વર્ષ કરતાં રૂપિયા. 8.26 કરોડનો વધુ ગ્રોસ નફો સામે આવ્યો છે.વર્ષના અંતે કુલ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા. 29.52 કરોડ હતું તે વધીને રૂપિયા 30.72 કરોડ થયું છે.ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 2005 કરોડ રૂપિયાના 16.91 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ થયું છે. ઈફ્કોને અધધ આવક ઈફકો દ્વારા 6.34 લાખ મેટ્રિક ટન જ્યારે કૃભકો દ્વારા જુ.57 લાખ મે.ટન ખાતરો પુરા પાડવામાં આવેલ છે.બિયારણ વિભાગનું ટર્નઓવર ૧૫-૨૦ કરોડથી લઈને ચાલુ સાલે રૂ. ૧૦૪ કરોડ સુધી પહોંચ્યું ચે.રાજ્યના ૯૪૦૭ ખેડૂતોને બીજ વિતરણની સહાયનો લાભ પણ મળ્યો છે.ટેકાના ભાવની ખરીદીઓ અંતર્ગત ગુજકોમાસોલે ચાલુ સાલે ચણા, મગફળી, તુવર તથા રાયડાની કુલ ૩,૫૩,૮૬૦ મે.ટનની કુલ રૂ।. ૧૯૬૯ કરોડની ખરીદી કરી ગુજકોમાસોલના તમામ યુનિટો અને તમામ ડેપોને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે.ગુજકોમાસોલના ૧૫૭ ગોડાઉનનાં ભાડા પેટે રૂ. ૩.૬૩ કરોડ જેટલી આવક ફેડરેશનને મળી.વિદેશમાં તેનું માર્કેટીંગ કરવાનું આયોજન GUJCO એટલે કે ગુજરાત કો-ઓપરેટીવની નવીન બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.મહેસાણા ખાતેના એગ્રી લોજીસ્ટીક પાર્કમાં પ્રોસેસીંગ, પેકીંગ, ફ્રીઝીંગનુ આયોજન કરાયું છે.આ પ્રોડક્ટ “ગુજકો”ના નામે બ્રાન્ડીંગ કરી દેશ અને વિદેશમાં તેનું માર્કેટીંગ કરવાનું આયોજન.ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. અમદાવાદ રિલીફ રોડ પર આવેલી ગુજકોમાસોલની ઓફિસમાં મોલ શરૂ કરવામાં આવ્યો છે. ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજકોમાસોલની આજે 63મી વાર્ષિક સાધારણ સભા મળી હતી આ સાધારણ સભા અમદાવાદ પંડિત દિન દયાળ હોલમાં યોજાઇ હતી,જેમાં ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ વાઇસ ચેરમેન બિપીન ગોતા અને સભાસદો હાજર રહ્યાં હતા,મિડીયાને માહિતી આપતા દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતુ કે,વર્ષ 2023-24માં ગુજકોમાસોલ 4357 કરોડના ટર્નઓવરએ પહોંચ્યું છે.
ગત વર્ષે 69.34 કરોડનો નફો થયો હતો
જોગવાઈઓ તેમજ ખર્ચા બાદ ક૨તા 20.42 કરોડનો નેટ નફો થયો છે.બોર્ડ દ્વારા 20% ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી સાથે સાથે રીઝર્વ તથા અન્ય ફંડો વધીને 135.04 કરોડ થયા છે કાયમી મિલકતોમાં 12.14 કરોડ જેટલો વધારો થયો છે.વર્ષના અંતે ઈન્વેસ્ટમેન્ટ 29.52 કરોડ, તે વધીને 30.72 કરોડ પર પહોંચ્યું છે.ગત વર્ષ કરતાં રૂપિયા. 8.26 કરોડનો વધુ ગ્રોસ નફો સામે આવ્યો છે.વર્ષના અંતે કુલ ઈન્વેસ્ટમેન્ટ રૂપિયા. 29.52 કરોડ હતું તે વધીને રૂપિયા 30.72 કરોડ થયું છે.ગુજકોમાસોલ દ્વારા ચાલુ વર્ષે 2005 કરોડ રૂપિયાના 16.91 લાખ મેટ્રિક ટન ખાતરનું વેચાણ થયું છે.
ઈફ્કોને અધધ આવક
ઈફકો દ્વારા 6.34 લાખ મેટ્રિક ટન જ્યારે કૃભકો દ્વારા જુ.57 લાખ મે.ટન ખાતરો પુરા પાડવામાં આવેલ છે.બિયારણ વિભાગનું ટર્નઓવર ૧૫-૨૦ કરોડથી લઈને ચાલુ સાલે રૂ. ૧૦૪ કરોડ સુધી પહોંચ્યું ચે.રાજ્યના ૯૪૦૭ ખેડૂતોને બીજ વિતરણની સહાયનો લાભ પણ મળ્યો છે.ટેકાના ભાવની ખરીદીઓ અંતર્ગત ગુજકોમાસોલે ચાલુ સાલે ચણા, મગફળી, તુવર તથા રાયડાની કુલ ૩,૫૩,૮૬૦ મે.ટનની કુલ રૂ।. ૧૯૬૯ કરોડની ખરીદી કરી ગુજકોમાસોલના તમામ યુનિટો અને તમામ ડેપોને કોમ્પ્યુટરાઈઝડ કરવામાં આવ્યા છે.ગુજકોમાસોલના ૧૫૭ ગોડાઉનનાં ભાડા પેટે રૂ. ૩.૬૩ કરોડ જેટલી આવક ફેડરેશનને મળી.
વિદેશમાં તેનું માર્કેટીંગ કરવાનું આયોજન
GUJCO એટલે કે ગુજરાત કો-ઓપરેટીવની નવીન બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.મહેસાણા ખાતેના એગ્રી લોજીસ્ટીક પાર્કમાં પ્રોસેસીંગ, પેકીંગ, ફ્રીઝીંગનુ આયોજન કરાયું છે.આ પ્રોડક્ટ “ગુજકો”ના નામે બ્રાન્ડીંગ કરી દેશ અને વિદેશમાં તેનું માર્કેટીંગ કરવાનું આયોજન.ગુજકોમાસોલ 10 હજારની વસ્તી હોય તેવા વિસ્તારમાં શોપિંગ મોલ શરૂ કરશે. ગુજકોમાસોલ દ્વારા પ્રથમ મોલ અમદાવાદ ખાતે શરૂ કરાયો છે. અમદાવાદ રિલીફ રોડ પર આવેલી ગુજકોમાસોલની ઓફિસમાં મોલ શરૂ કરવામાં આવ્યો છે. ગુજકોમાસોલ મોલ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂત અને ગ્રાહકોને ફાયદો કરાવવાનો છે.