Gujaratમાં બટાકાના પાકનું વાવેતર વધ્યું, કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણ આપવાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન

Aug 24, 2025 - 20:30
Gujaratમાં બટાકાના પાકનું વાવેતર વધ્યું, કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણ આપવાને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાત ભરમાં રોકડિયા પાક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી બટાકાના પાકનું વાવેતર વધ્યું છે, જોકે ખાનગી કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન જઈ રહ્યું છે. ત્યારે આજે હિંમતનગરના ફોજીવાડા ખાતે ખેડૂતોની મહા પંચાયત યોજાઈ હતી, જેમાં બટાકાની ખેતી કરનાર ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી તેમજ બિયારણ બાબતે મહાપંચાયતમાં ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરી ખાનગી કંપનીઓ સહિત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાના બિયારણનો વેચાણ કરનારા વેન્ડરો દ્વારા પણ ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ સહિત ખેડૂતો ઉપર ખોટી ફરિયાદો તેમજ બ્લેકલિસ્ટ કરતા હોવાની પણ રજૂઆતો કરાઈ છે.

ખેડૂતોએ મહાપંચાયતમાં સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો

સાબરકાંઠાના હિંમતનગરના ફોજીવાળામાં ખેડૂત મહાપંચાયત યોજાઈ હતી, જેમાં બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનાર ખેડૂતોને ખાનગી કંપનીઓ દ્વારા બિયારણ તેમજ બટાકાના ઉત્પાદનમાં કરવામાં આવતી છેતરપિંડી સહિત ખોટી ફરિયાદ સાથે ખેડૂતોને બ્લેક લિસ્ટ કરતા હોવાની રજૂઆતો સાથે સરકાર સહિત કૃષિ વિભાગ સામે રજૂઆતો બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતા ખેડૂતોએ મહાપંચાયતમાં સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિગ આધારિત ખેતી કરનારા ખેડૂતોને વર્ષે બિયારણ ખરાબ આવવાને પગલે લાખો રૂપિયાનું નુકસાન જતું હોય છે. ત્યારે બટાકાની ખેતી પર નિર્ભર ખેડૂતોએ બાલાજી ઈસ્કોન, ફાલકન, મેકએન, સહિતની ખાનગી કંપનીઓ સામે પોતાનો આક્રોશ ઠાલવી ચોક્કસ બિયારણ તેમજ ભાવ માટે કૃષિ મંત્રાલય સહિત સરકાર સામે ખેડૂતોએ મહાપંચાયત થકી અવાજ બુલંદ કર્યો છે.

ખેડૂતોએ પોતાની વિવિધ માગણીઓ તેમજ રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો

બટાકાની ખેતીમાં કંપનીઓ દ્વારા આપવામાં આવતા બિયારણમાં 45થી 60 MMના બટાટાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે, સામે બિયારણની સાઈઝ નાની હોવાને કારણે અનેકવાર કંપનીઓ સહિત કંપનીઓના એજન્ટોને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે. જોકે પરિણામ ન મળતા ફરી એકવાર જગતનો તાત બટાકાનું બિયારણ ખરીદે તે પહેલા જ કૃષિ વિભાગ સહિત ખાનગી કંપનીઓ પાસે સારા બિયારણ સહિત ભાવની આશા રાખી રહ્યો છે. જોકે સાબરકાંઠા જિલ્લામાં સાબરકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની મહાપંચાયતમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત બટાકાની ખેતી કરતા ખેડૂતોએ પોતાની વિવિધ માગણીઓ તેમજ રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આવનારા દિવસોમાં ખેડૂતોના હિતમાં ચોક્કસ નિર્ણય લેવામાં ન આવે તો ઉગ્ર આંદોલનની ખેડૂત આલમે ચીમકી પણ ઉચ્ચારી છે.

જોકે એક તરફ છેલ્લા કેટલાક સમયથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના પગલે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને વ્યાપક ફાયદો થઈ રહ્યો છે તો બીજી તરફ કેટલી કંપનીઓ દ્વારા શરૂઆતના તબક્કે ખેડૂતો માટે ફાયદાકારક એગ્રીમેન્ટ કરાયા બાદ કંપનીઓ છેતરપિંડી થતી હોવાની વાતો પણ બહાર આવી છે. જેના પગલે ખેડૂત આલમમાં વ્યાપક રોષ ફેલાઈ રહ્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે બટાકાની સિઝન પહેલા ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોને આપવામાં આવતા બિયારણો તેમજ ભાવ બાબતે કેવા અને કયા પ્રકારના નિર્ણય લેવાય છે, તે જોવું મહત્વનું છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0