ગુજરાતના એક બાળકમાં જન્મજાત ગંભીર બીમારી જોવા મળી. સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 બહુ ગંભીર બીમારી છે. અને તેની સારવાર પણ બહુ મોંઘી છે. ભારતમાં પણ આ બીમારી બહુ જૂજ જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં એક બાળદર્દીમાં આ ગંભીર બીમારી જોવા મળી. બાળદર્દીને બચાવવા મોંઘુ ઇન્જેકશન લગાવવામાં આવશે. આ ઇન્જેકશન એટલું મોંઘુ છે કે તે ભારતમાં કયાંય ઉપલબ્ધ નથી. એટલે આ ઇન્જેકશન અમેરિકાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યું છે.
બાળ દર્દીને બચાવવાનો પ્રયાસ
કેટલાક રોગ જન્મજાત હોય છે જેની કોઈ દવા હોતી નથી. અને જો દવા હોય છે તો તે એટલી મોંધી હોય છે કે સામાન્ય પરિવાર માટે સારવાર મુશ્કેલ બની જાય છે. અને તેવો જ એક રોગ ગુજરાતના એક બાળકમાં જન્મજાત જોવા મળ્યો હતો. આ રોગનું નામ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 છે. આ નામની બીમારીનું પ્રથમ વખત ગુજરાતમાં એક બાળકને ઈન્જેક્શન આપીને તેનો જીવ બચાવવામાં આવ્યો છે. આ ઇન્જેક્શન અન્ય દેશમાંથી ઈમ્પોર્ટ કરવામાં આવ્યો હતો.
અમેરિકાથી ઇન્જેકશન ઇમ્પોર્ટ કરાયું
સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઈપ-1 ધરાવનાર બાળદર્દીને અમેરિકન કંપની પાસેથી ઇમ્પોર્ટ કરાયેલ 14 કરોડનું ઇન્જેકશન આપી બચાવવાનો પ્રયાસ કરાયો છે. બાળદર્દીમાં ભાગ્યે જ જોવા મળતી આ ગંભીર બીમારીની સારવારમાં લાવવામાં આવેલ ઇન્જેકશનનો તમામ ખર્ચ સમાજ દ્વારા ફંડ એકઠું કરી ચૂકવવામાં આવ્યો છે. સમાજના પ્રયાસ અને સરકાર અને તબીબના સહયોગથી જીનેટીક બીમારીના બાળદર્દીને બચાવવાનો પ્રયાસ સફળ થશે.