Gujaratના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચવું બનશે સરળ, વધુ 5 બસોને લઈ સરકારની મંજૂરી

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.4 ફેબ્રુઆરીથી નવીન 5 બસો પ્રયાગરાજ કુંભ ગુજરાતથી શ્રધ્ધાળુઓને લઈને જશે જેમાં અમદાવાદથી 1 બસ,સુરતથી 2 બસ,વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે. જાણો શ્રધ્ધાળુઓને કયા મુકામ આપવામાં આવશે સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે.અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. આજે સાંજથી બુંકિગ થશે શરૂરાજય સરકારે પ્રતિ વ્યક્તિદીઠ પેકેજ પણ આપ્યું છે જેમા અમદાવાદથી જનારા શ્રધ્ધાળુને રૂ. 7800, સુરતથી8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 રૂપિયા ટિકિટ સ્વરૂપે નિયત કરવામાં આવ્યા છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગ આજે તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે. સરકારનો સકારાત્મક નિર્ણય લીધો છે ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

Gujaratના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચવું બનશે સરળ, વધુ 5 બસોને લઈ સરકારની મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.4 ફેબ્રુઆરીથી નવીન 5 બસો પ્રયાગરાજ કુંભ ગુજરાતથી શ્રધ્ધાળુઓને લઈને જશે જેમાં અમદાવાદથી 1 બસ,સુરતથી 2 બસ,વડોદરાથી 1 બસ અને રાજકોટથી 1 બસ શરૂ કરવામાં આવશે.

જાણો શ્રધ્ધાળુઓને કયા મુકામ આપવામાં આવશે

સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે.અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.

આજે સાંજથી બુંકિગ થશે શરૂ

રાજય સરકારે પ્રતિ વ્યક્તિદીઠ પેકેજ પણ આપ્યું છે જેમા અમદાવાદથી જનારા શ્રધ્ધાળુને રૂ. 7800, સુરતથી8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 રૂપિયા ટિકિટ સ્વરૂપે નિયત કરવામાં આવ્યા છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગ આજે તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે 5 કલાકથી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.

સરકારનો સકારાત્મક નિર્ણય લીધો છે

ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.