Gujarat: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર કાર્યવાહી થશે

અરવલ્લીના 8 જેટલા શિક્ષક વિદેશ પ્રવાસે મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય પણ ગેરહાજર સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ થયો અરવલ્લીમાં 10 શિક્ષકો 3 માસથી ગેરહાજર છે. જેમાં અરવલ્લીના 8 જેટલા શિક્ષક વિદેશ પ્રવાસે છે. તેમાં મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય પણ ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીની DPEOએ તપાસ હાથ ધરી છે. જેમાં એક શિક્ષક કોમાની સ્થિતિમાં હોવાથી ગેરહાજર છે. દેવલીના આચાર્ય 90 દિવસ માટે વિદેશ ગયા છે. તેમજ દેવલીના આચાર્યે મંજૂરી લીધી છે તેમ ઇન્ચાર્જ આચાર્યે જણાવ્યું છે.અરવલ્લી જિલ્લામાં 10 શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર અરવલ્લી જિલ્લામાં 10 શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર છે. જેમાં મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય સહિત 8 જેટલા વિદેશ પ્રવાસે અને ગેરહાજર છે. તેમજ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ થયો છે. તેમાં 500થી વધુ સરકારી શાળામાંથી રિપોર્ટ મંગાવાયા છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની હાજરી અંગેના રિપોર્ટ મંગાવ્યા છે. અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક શિક્ષણ વિભાગ રાજ્ય શિક્ષણ વિભાગને યાદી સોંપશે.બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર હવે કાર્યવાહી થશે સુરેન્દ્રનગર જિલ્લાની 500થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો છે. જે શિક્ષકો રજા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા ગેરહાજર રહેતા હશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોને લઈ સફાળું જાગ્યુ છે. જેમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર હવે કાર્યવાહી થશે. તેમજ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની રહેમ નજર હેઠળ વિના મંજૂરી વિદેશ ભાગી ગયેલ વધુ એક શિક્ષિકાનો કિસ્સો બહાર આવ્યો છે. ઠાસરા તાલુકા તાલુકાના મુખ્ય કુમારશાળા પે સેન્ટરના તાબામાં આવેલ રણછોડપુરા પ્રાથમિક શાળાની બકીના પટેલ નામની શિક્ષિકા ગત 1 નવેમ્બરથી મેડિકલ રજા મૂકી વિદેશ ફરાર થઇ ગયા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે મેડિકલ રજા મૂકી ગયેલ શિક્ષિકા વિદેશથી ઈમેલ મારફતે સ્થાનિક શાળા કે પગાર કેન્દ્ર શાળાને બદલે સીધા જ તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી રજાઓ ભોગવે છે અને આ બિનધિકૃત રીતે વિદેશ ભાગી ગયેલ શિક્ષિકાને અત્યાર સુધી કોઈ નોટીસ પણ આપી નથી. ત્યારે આ શિક્ષિકાને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે તે ઇચ્છનીય છે.

Gujarat: વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર કાર્યવાહી થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અરવલ્લીના 8 જેટલા શિક્ષક વિદેશ પ્રવાસે
  • મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય પણ ગેરહાજર
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ થયો

અરવલ્લીમાં 10 શિક્ષકો 3 માસથી ગેરહાજર છે. જેમાં અરવલ્લીના 8 જેટલા શિક્ષક વિદેશ પ્રવાસે છે. તેમાં મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય પણ ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીની DPEOએ તપાસ હાથ ધરી છે. જેમાં એક શિક્ષક કોમાની સ્થિતિમાં હોવાથી ગેરહાજર છે. દેવલીના આચાર્ય 90 દિવસ માટે વિદેશ ગયા છે. તેમજ દેવલીના આચાર્યે મંજૂરી લીધી છે તેમ ઇન્ચાર્જ આચાર્યે જણાવ્યું છે.

અરવલ્લી જિલ્લામાં 10 શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર

અરવલ્લી જિલ્લામાં 10 શિક્ષકો છેલ્લા ત્રણ માસથી ગેરહાજર છે. જેમાં મોડાસાના દાવલી પ્રા.શાળાના આચાર્ય સહિત 8 જેટલા વિદેશ પ્રવાસે અને ગેરહાજર છે. તેમજ સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી ભૂતિયા શિક્ષકોનો સર્વે શરૂ થયો છે. તેમાં 500થી વધુ સરકારી શાળામાંથી રિપોર્ટ મંગાવાયા છે. શિક્ષણ વિભાગે શિક્ષકોની હાજરી અંગેના રિપોર્ટ મંગાવ્યા છે. અંતરિયાળ ગામોમાં ભૂતિયા શિક્ષકો હોવાની શંકાને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક શિક્ષણ વિભાગ રાજ્ય શિક્ષણ વિભાગને યાદી સોંપશે.

બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર હવે કાર્યવાહી થશે

સુરેન્દ્રનગર જિલ્લાની 500થી વધુ સરકારી શાળાઓના શિક્ષકોની હાજરી અંગે રિપોર્ટ મંગાવામાં આવ્યો છે. જે શિક્ષકો રજા વગર વિદેશ જતા રહ્યા હોય અથવા ગેરહાજર રહેતા હશે તો તેમની સામે કડક પગલાં ભરવામાં આવશે. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગ ભૂતિયા શિક્ષકોને લઈ સફાળું જાગ્યુ છે. જેમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા શિક્ષકો પર હવે કાર્યવાહી થશે. તેમજ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની રહેમ નજર હેઠળ વિના મંજૂરી વિદેશ ભાગી ગયેલ વધુ એક શિક્ષિકાનો કિસ્સો બહાર આવ્યો છે. ઠાસરા તાલુકા તાલુકાના મુખ્ય કુમારશાળા પે સેન્ટરના તાબામાં આવેલ રણછોડપુરા પ્રાથમિક શાળાની બકીના પટેલ નામની શિક્ષિકા ગત 1 નવેમ્બરથી મેડિકલ રજા મૂકી વિદેશ ફરાર થઇ ગયા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે મેડિકલ રજા મૂકી ગયેલ શિક્ષિકા વિદેશથી ઈમેલ મારફતે સ્થાનિક શાળા કે પગાર કેન્દ્ર શાળાને બદલે સીધા જ તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરી રજાઓ ભોગવે છે અને આ બિનધિકૃત રીતે વિદેશ ભાગી ગયેલ શિક્ષિકાને અત્યાર સુધી કોઈ નોટીસ પણ આપી નથી. ત્યારે આ શિક્ષિકાને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવે તે ઇચ્છનીય છે.