Gujarat : ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ 17 જુલાઈએ થશે જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે પરિણામ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ત્યારે બોર્ડની પરીક્ષા બાદ જૂન મહિનામાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાનું પરિણામ આવતીકાલે 17 જુલાઈએ સવારે 9 વાગ્યે જાહેર થશે. શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે.
વિદ્યાર્થીઓ ક્યાં જોઈ શકશે પરિણામ?
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન-જુલાઈ 2025માં યોજાયેલ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આવતીકાલે 17 જુલાઈ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ સવારથી જ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.
12 જુલાઈએ ધોરણ-12 બોર્ડનું પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ હતું
તમને જણાવી દઈએ કે અગાઉ 12 જુલાઈએ બોર્ડ પરીક્ષાનું પૂરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું. 12 જુલાઈએ સવારે 8 કલાકે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહમાં 41.56% પરિણામ આવ્યું હતું. પૂરક પરીક્ષામાં સાયન્સના 30 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જૂન મહિનામાં 23 જૂનથી 30 જૂન સુધી પૂરક પરીક્ષા લેવામાં આવી હતી.
What's Your Reaction?






