Gujarat: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 કેસ નોંધાયા, 615 એક્ટિવ કેસ

Jun 5, 2025 - 21:00
Gujarat: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 કેસ નોંધાયા, 615 એક્ટિવ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસે દિવસે કોરોનાના દર્દીઓ વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 167 કેસ નોંધાયા છે. રાજ્યમાં 15 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 600 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 615 થયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા
અમદાવાદમાં કોરોના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 70 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડથી એક પણ મોત થયું નથી. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 107 કેસ નોંધાયા છે. શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 થઈ છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના 94 કેસ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ, દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે. 

સરકારે જનતાને સાવચેતી રાખવા અપીલ કરી

રાજ્યમાં કોરોના કેસની વધી રહેલી સંખ્યા ચિંતાનો વિષય છે. સતત કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે જનતાને સાવચેતી રાખવા અપીલ કરી છે. અમદાવાદની અસરવા સિવિલમાં કોરોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ભીડવાળા વિસ્તારમાં માસ્ક પહેરીને જવુ, લોકો સાથે અંતર રાખી વાતચીત કરવી વગેરે જેવા સૂચનો સરકારે કર્યા છે. ત્યારે આ કોવિડ લહેરથી બચવા માટે ગાઇડ લાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0