Gujarat : ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગ તેલના ભાવમાં ભડકો

ગુજરાતમાં ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલુ છે ત્યારે તેલના ભાવમાં વધારો થતા ફરસાણનો સ્વાદ ફિક્કો પડ્યો. મોટાભાગના લોકોના ઘરોમાં સિંગતેલ અને કપાસીયા તેલનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ બંને તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તેલમાં ભાવ વધારા પાછળ અપૂરતા પુરવઠા નહીં પરંતુ સટ્ટાકીય તેજીના કારણે થયો હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.તેલના ભાવમાં વધારોરાજ્યના તેલ બજારોમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા સિંગતેલ અને કપાસીયા તેલમાં ભાવ વધારો થયો. સિંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો જયારે કપાસીયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 45 રૂપિયાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત અન્ય ખાદ્યતેલો જેવા કે મકાઈ, સનફલાવર અને પામોલિન તેલના ભાવમાં ગત વર્ષના અંતે ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હાલ આ ખાદ્યતેલમાં કોઈ ભાવ વધારો નથી થયો. તેલમાં ભાવ વધારો થતાં લગ્નસરાની સિઝન અને આગામી દિવસોમાં હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણીમાં રંગમાં ભંગ પડી શકે છે.તેલના ભાવમાં તોતિંગ વધારોઅગાઉ ગત વર્ષના અંતમાં સિંગતેલના ભાવમાં 150 રૂપિયાનો તોતિંગ વધારો થતાં પ્રતિ ડબ્બે રૂ. 3 હજાર પર ભાવ પંહોચ્યો હતો. જેના બાદ ઉહાપોહ થતા ભાવમાં ઘટાડો થયો. પરંતુ ફરી પાછો સિંગતેલ અને કપાસિયાના ભાવમાં વધારો જોવા મળ્યો. તેલમાં નવા ભાવ વધારા બાદ સિંગતેલનો નવો ભાવ પ્રતિ ડબ્બે રૂપિયા 2450 પર પંહોચ્યો જ્યારે કપાસીયા તેલનો નવો ભાવ ડબ્બે 2240 રુપિયા થયો. ગત વર્ષના અંતમાં સિંગતેલના ભાવમાં અધધ... વધારો થયો. એ સમયમાં સિંગતેલના ભાવ વધવા પાછળ ચીનમાં તેલની નિકાસ કરવાને માનવામાં આવતું હતું. બજારમાં વધુ માંગ ના હોવા છતાં અને પુરતો પુરવઠો હોવા છતાં તેલના ભાવમાં વધારો થયો છે. અને એટલે જ હાલમાં ભાવ વધારા પાછળનું કારણ સટ્ટાકીય તેજી માનવામાં આવે છે. સિંગતેલ અને કપાસીયા તેલનામાં ભાવમાં અનુક્રમે 50 અને 45 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મકાઈ, સનફલાવર અને પામોલિન તેલના ભાવમાં વધઘટ જોવા મળી છે.

Gujarat : ગૃહિણીઓ માટે માઠા સમાચાર, સિંગ તેલના ભાવમાં ભડકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ગૃહિણીઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હાલમાં લગ્નસરાની સિઝન ચાલુ છે ત્યારે તેલના ભાવમાં વધારો થતા ફરસાણનો સ્વાદ ફિક્કો પડ્યો. મોટાભાગના લોકોના ઘરોમાં સિંગતેલ અને કપાસીયા તેલનો ઉપયોગ થતો હોય છે. ત્યારે આ બંને તેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. તેલમાં ભાવ વધારા પાછળ અપૂરતા પુરવઠા નહીં પરંતુ સટ્ટાકીય તેજીના કારણે થયો હોવાનું નિષ્ણાતો કહી રહ્યા છે.

તેલના ભાવમાં વધારો

રાજ્યના તેલ બજારોમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા સિંગતેલ અને કપાસીયા તેલમાં ભાવ વધારો થયો. સિંગ તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 50 રૂપિયાનો વધારો થયો જયારે કપાસીયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 45 રૂપિયાનો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત અન્ય ખાદ્યતેલો જેવા કે મકાઈ, સનફલાવર અને પામોલિન તેલના ભાવમાં ગત વર્ષના અંતે ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હાલ આ ખાદ્યતેલમાં કોઈ ભાવ વધારો નથી થયો. તેલમાં ભાવ વધારો થતાં લગ્નસરાની સિઝન અને આગામી દિવસોમાં હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણીમાં રંગમાં ભંગ પડી શકે છે.

તેલના ભાવમાં તોતિંગ વધારો

અગાઉ ગત વર્ષના અંતમાં સિંગતેલના ભાવમાં 150 રૂપિયાનો તોતિંગ વધારો થતાં પ્રતિ ડબ્બે રૂ. 3 હજાર પર ભાવ પંહોચ્યો હતો. જેના બાદ ઉહાપોહ થતા ભાવમાં ઘટાડો થયો. પરંતુ ફરી પાછો સિંગતેલ અને કપાસિયાના ભાવમાં વધારો જોવા મળ્યો. તેલમાં નવા ભાવ વધારા બાદ સિંગતેલનો નવો ભાવ પ્રતિ ડબ્બે રૂપિયા 2450 પર પંહોચ્યો જ્યારે કપાસીયા તેલનો નવો ભાવ ડબ્બે 2240 રુપિયા થયો.

ગત વર્ષના અંતમાં સિંગતેલના ભાવમાં અધધ... વધારો થયો. એ સમયમાં સિંગતેલના ભાવ વધવા પાછળ ચીનમાં તેલની નિકાસ કરવાને માનવામાં આવતું હતું. બજારમાં વધુ માંગ ના હોવા છતાં અને પુરતો પુરવઠો હોવા છતાં તેલના ભાવમાં વધારો થયો છે. અને એટલે જ હાલમાં ભાવ વધારા પાછળનું કારણ સટ્ટાકીય તેજી માનવામાં આવે છે. સિંગતેલ અને કપાસીયા તેલનામાં ભાવમાં અનુક્રમે 50 અને 45 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે મકાઈ, સનફલાવર અને પામોલિન તેલના ભાવમાં વધઘટ જોવા મળી છે.