Gujarat: આજે મોડી રાત્રે એક વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Jun 26, 2025 - 00:30
Gujarat: આજે મોડી રાત્રે એક વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન વિભાગે નાઉકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે. રાજ્યમાં રાત્રે એક વાગ્યા સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. ભરુચ, આણંદ, મહીસાગરમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. જ્યારે અરવલ્લી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, સુરત, તાપીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે.

આ વિસ્તારોમાં વરસાદનું રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે જાહેર કરેલા નાઉકાસ્ટ બુલેટિનમાં ભરૂચ, આણંદ, મહીસાગર, અરવલ્લી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, મોરબી, રાજકોટ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા અને પાટણ જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા,તાપી, દાહોદ, સુરત, ભરુચ, વલસાડ, નવસારી, ડાંગ, દમણ,અમરેલી,ભાવનગર,પંચમહાલ,ગીર સોમનાથ અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં આજે રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0