Gujarat Weather : રાજયમાં હાલ બેવડી ઋતુનો અનુભવ, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું

Feb 14, 2025 - 08:00
Gujarat Weather : રાજયમાં હાલ બેવડી ઋતુનો અનુભવ, નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,જેમાં સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે ગરમીનો અહેસાસ જોવા મળી રહ્યો છે,રાજ્યમાં ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે,નલિયામાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 17.4 ડિગ્રી,ગાંધીનગરમાં 16.2 ડિગ્રી,મહુવામાં 14.1 ડિગ્રી, ડીસામાં 14.8 ડિગ્રી,કેશોદમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 15.3 ડિગ્રી,રાજકોટમાં 15.4 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી,કંડલામાં 16.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

બપોરના સમયે ગરમી પણ પડી શકે છે

ગુજરાતમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે.

રાજ્યમાં એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધી ગયુ છે

પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0