Gujarat Weather: પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ, હવે ધીમે-ધીમે ઉનાળાની શરુઆત!

Feb 15, 2025 - 14:00
Gujarat Weather: પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ, હવે ધીમે-ધીમે ઉનાળાની શરુઆત!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી મુજબ, રાજ્યમાં ધીરે ધીરે તાપમાન ઊંચકવાની શરૂઆત થઇ ગઇ છે. પવનની દિશાના બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થતા મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી વધ્યું છે. 

રાજ્યમાં ધીરે ધીરે તાપમાન ઊંચકવાની શરૂઆત

  • લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થશે વધારો
  • મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી વધ્યું
  • પવનની દિશાના બદલાતા બેવડી ઋતુનો અહેસાસ
  • હવે ધીમે ધીમે ઉનાળાની શરુઆત થશે

ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ધીરે ધીરે તાપમાન ઊંચકવાની શરૂઆત થઇ ગઇ છે. જેના પરિણામે રાજ્યમાં હવે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 2/3 ડિગ્રી જેટલું વધશે તેવી શકયાતા વર્તાઇ રહી છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા તાપમાન ઊંચકાશે, પવનની દિશાના બદલાતા ગુજરાતવાસીઓને બેવડી ઋતુનો અહેસાસ થશે. આમતો રાજ્યમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થશે. 

આમ, ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 15 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી હવામાન સૂકું રહેશે. તાપમાનમાં ક્રમશ: વધારો થશે, જેની સાથે હવે હવામાન ધીમે ધીમે બદલાશે. પરંતુ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે.

દેશના વાતાવરણામાં આવ્યો પલટો!

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ વખતે ફેબ્રુઆરી મહિનો પાછલા વર્ષો જેટલો ઠંડો નથી. દિલ્હી-એનસીઆરમાં દિવસ દરમિયાન તેજસ્વી સૂર્યપ્રકાશ હોય છે. આના કારણે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આજે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0