Gujarat Weather : ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, કમોસમી વરસાદનું સંકટ યથાવત, જુઓ Video
 
                                Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમા આજે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. પરંતુ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદનું જોર રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને ભરૂચ, સુરતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ રહેશે તો મધ્ય ગુજરાત એવા અમદાવાદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં દબાણના કારણે રાજ્યના દરિયાકાંઠા પર ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. માછીમારોને આગામી 3 દિવસ દરિયામાં ન જવા સૂચન કરાયું.
હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને જારી કરી ચેતવણી
અરબી સમુદ્રમાં દબાણને કારણે હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગર માટે નારંગી ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી છે. ભરૂચ અને સુરત સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાત માટે પીળો ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં ભારે વરસાદની પણ આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. વિભાગે જણાવ્યું હતું કે, હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોએ સતર્ક રહેવું જોઈએ.
કમોસમી વરસાદનો ખેડૂતો પર કહેર
કમોસમી વરસાદના કહેરેથી રાજ્યના અનેક ખેડૂતોને પાયમાલ કર્યા. માવઠાના કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયું. ચાલુ વર્ષ ખેડૂતોને મગફળી કપાસ સોયાબીન ડુંગળી સહિત પાક કમોસમી વરસાદ થી નિષ્ફળ ગયો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા સહાય પેકેજ આપવામાં આવે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો કમોસમી વરસાદે છીનવી લીધો છે. ગત વર્ષે પણ વરસાદનો માર ખેડૂતોને લાગ્યો હતો. આજે સતત બીજા વર્ષે પણ વરસાદ આવતા ખેડૂતોને ડબલ માર લાગ્યો છે કપાસ અને મગફળીના પાક સદંતર નિષ્ફળ ગયો છે ખેડૂતોએ કરેલી ચાર મહિનાની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે
What's Your Reaction?
 Like
        0
        Like
        0
     Dislike
        0
        Dislike
        0
     Love
        0
        Love
        0
     Funny
        0
        Funny
        0
     Angry
        0
        Angry
        0
     Sad
        0
        Sad
        0
     Wow
        0
        Wow
        0
     
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                                                                                                                                     
                                             
                                            
