Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ

Sep 12, 2026 - 08:30
Gujarat Weather Update: 12 થી 15 સપ્ટેમ્બર સુધી આ જિલ્લામાં થશે ભારેથી અતિભારે વરસાદ, હવામન વિભાગે આપ્યું એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

12 સપ્ટેમ્બર: 23 જિલ્લાઓમાં યલો એલર્ટ

12 સપ્ટેમ્બરથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 સપ્ટેમ્બર: રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની સંભાવના

મેઘરાજા 13 સપ્ટેમ્બરના રોજ સમગ્ર રાજ્યને આવરી લેશે. આ દિવસે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સિસ્ટમ વધુ મજબૂત બનવાને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા સેવાઈ રહી છે.


14 સપ્ટેમ્બર: આ જિલ્લાઓમાં અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ'

વરસાદનો સૌથી વધુ જોર 14 સપ્ટેમ્બરના રોજ જોવા મળશે. આ દિવસે ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદના પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

15 સપ્ટેમ્બર: સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મેઘ મહેર યથાવત રહેશે

15 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી જોર જળવાઈ રહેશે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: Gujarat Latest News Live: તાલાલામાં રૂ. 8 હજારની લાંચ લેતા ઇન્ચાર્જ તલાટી સહિત ત્રણ ઝડપાયા, વાંચો પળેપળેની અપડેટ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0