Gujarat Weather Update: ગુજરાત પર માવઠાનું જોખમ યથાવત, આજે આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં ભર ઉનાળે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદના આ રાઉન્ડને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, જ્યારે ગરમીથી પરેશાન નાગરિકોને આંશિક રાહત મળી છે.
આજે કયા જિલ્લામાં વરસાદ?
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ સહિતના સૌરાષ્ટ્રના પટ્ટામાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં પણ પવન અને ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 એપ્રિલથી બીજો રાઉન્ડ
હવામાન વિભાગની આગાહી મુજબ, કમોસમી વરસાદનો આ સિલસિલો અહીં અટકશે નહીં. 7 એપ્રિલથી રાજ્યમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. આ રાઉન્ડમાં ખાસ કરીને દ્વારકા, જામનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જેવા પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળી શકે છે.
તાપમાનમાં ફેરફાર
વરસાદી સિસ્ટમને કારણે હાલ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જોકે, આ રાહત લાંબો સમય ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલથી વરસાદી સિસ્ટમ નબળી પડતાની સાથે જ તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે અને રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે. ખેડૂતોને તેમના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો - Weather News : વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, કહ્યું, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

