Gujarat Weather Update: અંબાલાલ પટેલે કહ્યું, માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવી શકે છે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે 18થી 21 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી હતી. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદે કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું હતું. હવે હવામાન વિભાગે ફરીવાર ગરમીની આગાહી કરી છે. આજથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 26 માર્ચ બાદ માર્ચના અંતિમ સપ્તાહમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું હતું કે, આજે મધ્ય કક્ષાનો પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના ભાગોમાં ઓછી થશે. દેશમાં ઉત્તર દીશામાં પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષાની શક્યતાઓ છે. ત્યાર બાદ 24 માર્ચ આસપાસ બીજો પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો આવી શકે છે. માર્ચ મહિનાના અંતમાં હવામાનમાં ભારે પરિવર્તન આવવાની શક્યતાઓ છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર વર્તાશે
અંબાલાલ પટેલે કહ્યું હતું કે, ચાર એપ્રિલથી 10 એપ્રિલ વચ્ચે આવતા પશ્ચિમી વિક્ષેપો ભારે અસર કરી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં પવનની ગતિ 40 કિ.મી અને કેટલાક ભાગેમાં 50 કિ.મી સુધી રહી શકે છે. ગજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માર્ચના અંતિમ અને એપ્રિલના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે પ્રિ મોન્સૂન એક્ટિવીટીનો વરસાદ થશે. 20 એપ્રિલથી જૂનની શરૂઆત સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતાઓ છે. એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેની અસર ગુજરાત પર વર્તાઈ શકે છે.
આ પણ વાંચોઃPatan News: ખંડણીખોર ભાવેશ જીલીયાના પતનની શરુઆત, જીલીયામાં ફાર્મ હાઉસ જમીનદોસ્ત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

