Gujarat Weather News: રાજ્યમાં અંબાલાલ પટેલની ગજબની આગાહી, ગરમી સાથે વરસાદની સંભાવના

Sep 27, 2025 - 00:00
Gujarat Weather News: રાજ્યમાં અંબાલાલ પટેલની ગજબની આગાહી, ગરમી સાથે વરસાદની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે. તેમનું અનુમાન છે કે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી વરસાદ પડશે અને ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે અને ભરુચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, જૂનાગઢ, અમરેલી, બોટાદ, મહુવા, રાજકોટ, જામનગર, મધ્ય,ઉત્તર, પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, સમી, હારીજ, કલોલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે છે

ઓક્ટોબરમાં નવી વરસાદી સિસ્ટમ બનતા વરસાદ પડી શકે છે અને ઉ.ગુજરાતમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચશે.બંગાળના ઉપસાગરમાં વરસાદની નવી સિસ્ટમ બનશે. અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવરાત્રિમાં ગરમી સાથે વરસાદી માહોલ રહેશે અને છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે, દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે. વરસાદની અસર દરિયામાં પણ જોવા મળશે કેમકે, બંગાળના ઉપસાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે અને આ વરસાદની આગાહી સપ્ટેમ્બરના મહિનાના અંત સુધીની છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0