Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Jun 3, 2026 - 16:30
Gujarat weather News: આગામી બે દિવસમાં રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન પૂર્વે કુદરતનો એક મોટો પલટો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે.

રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા પ્રમાણે 4 જૂને ચોમાસુ કેરળમાં પહોંચશે. હાલમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ સારી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદને લઈને આગાહી કરી છે.રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક સાથે 3 સિસ્ટમ સક્રિય

હવામાન વૈજ્ઞાનિકોના મતે,હાલમાં ગુજરાત અને તેની આસપાસના વાતાવરણમાં એકસાથે 3 શક્તિશાળી વેધર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં બે અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ ત્રિવેણી સંગમના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો સીધા ગુજરાત તરફ ધસી રહ્યા છે.ભારતીય ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે આગામી ૪ જૂનથી કેરળના દરિયાકાંઠે ચોમાસું વિધિવત રીતે બેસી જશે, જેના કારણે જૂનના બીજા સપ્તાહના અંત સુધીમાં ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું પ્રવેશી શકે છે.


આ પણ વાંચોઃ Surat News: બારડોલી બસ અકસ્માતના 6 મૃતકોની DNAથી ઓળખ થઈ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0