Gujarat Weather News: આકાશમાંથી વરસશે અગનગોળા, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 40 થી 43 ડિગ્રી તાપમાનની શક્યતા

Apr 25, 2026 - 09:00
Gujarat Weather News: આકાશમાંથી વરસશે અગનગોળા, અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 40 થી 43 ડિગ્રી તાપમાનની શક્યતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ઉનાળાનો અસલી મિજાજ હવે જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ગરમીના જોરમાં વધારો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો સૌથી ઊંચો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ શકે છે, જ્યાં તાપમાન ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. લોકોએ બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

વિવિધ શહેરોમાં તાપમાનનો અંદાજ

રાજ્યના અન્ય મુખ્ય શહેરોમાં પણ ગરમીનો પારો ઉંચો રહેશે. અમદાવાદ, કંડલા અને કેશોદમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહેશે. ગાંધીનગર, ભુજ અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાશે. ડીસા, સુરત અને વિદ્યાનગરમાં પણ પારો 40 ડિગ્રીને સ્પર્શી શકે છે.હવામાન નિષ્ણાતોના મતે, આગામી ત્રણ દિવસ ગરમીનું જોર યથાવત રહ્યા બાદ તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે. વધતી ગરમીને પગલે તંત્ર દ્વારા નાગરિકોને પુષ્કળ પાણી પીવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: હરિયાણાથી નડિયાદ જતો દારૂનો જથ્થો પકડાયો, નરોડામાં PCBની રેડમાં રાજસ્થાની શખ્સ ઝડપાયો, 4 બુટલેગર ફરાર


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0